દેશમાં દારૂ પીધેલી હાલતમાં વાહન અકસ્માતની ઘટનામાં પ્રથમ મહારાષ્ટ તો બીજા ક્રમે ગુજરાત
ગાંધીના ગુજરામાં દારૂબંધીનો કાયદો બનાવવામાં આવ્યો હોવા છતાં દારૂ પી વાહન ચલાવતા ડ્રાઇવરો અન્ય રાજયની સરખામણી મોખરે હોવાનો એક રસપ્રદ સર્વેમાં તારણ બહાર આવ્યું છે.ગુજરાતમાં દારૂ પીવો પણ ગુનો ગણવામાં આવી રહ્યો હોવાથી દેશમાં દારૂબંધીમાં ગુજરાત નંબર વન છે પણ દારૂ પી વાહન ચલાવવા અને વાહન અકસ્માત સર્જવામાં જવાબદાર બન્યા છે. માર્ગ અકસ્માતની ઘટના અંગે કરાયેલા સર્વેમાં દર છ અકસ્માતની ઘટનામાં એક અકસ્માત નશો કરેલા ડ્રાઇવીંગના કારણે થયો હોવાનું નોંધાયું છે. દેશભરમાં માર્ગ સલામતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અકસ્માતની ઘટના અંગે કરાયેલા સર્વેમાં ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો ભંગ કરી અકસ્માત સર્જવાની ઘટનાનો આંક પણ ઘણો ઉચ્ચો રહ્યો હોવાથી અધિકારીઓ ચોકી ઉઠયા છે.
અકસ્માતની ઘટના અંગે દેશના ૧૫ રાજયમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલગણા રાજયના વાહન ચાલકો નશો કરી અકસ્માત સર્જતા હોવાનું નોંધાયું છે. ગુજરાતમાં દારૂબંધી અસ્તીત્વમાં હોવા છતાં દારૂ પીવાના કારણે અકસ્માતની ઘટના બનતી હોવાનું સામે આવ્યું છે. ટ્રકના ૨૦ ટકા ડ્રાઇવર, કાર ચાલક ૨૦ ટકા અને બસના ૧૯ ટકા ચાલક દા‚નો નશો કરી વાહન ચલાવતા હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. દારૂ પીધા વાહન ચાલકે એક વર્ષમાં ૫,૧૭૪ જેટલા અકસ્માત સજર્યા છે.
જે પૈકીના ૫૩ ટકા અકસ્માત નશો કરેલા ટ્રક ચાલકના કારણે બન્યાનું નોંધાયું છે. ૨૦૧૭ના વર્ષ દરમિયાન ૭૦ ટકા અકસ્માતની ઘટના વધુ સ્પ્રીડના કારણે નોંધાયા છે. અકસ્માતની કુલ ઘટનામાં ૩ ટકા બનાવ દારૂ પીવાના કારણે બન્યાનું નોંધાયું છે.દારૂ પીને વાહન ચલાવનાર શહેરોમાં પહેલું મહારાષ્ટ્ર ત્યાર બાદ ગુજરાત, આંધ્રપ્રદેશ અને તેલગણા રાજયનો સમાવેશ થાય છે.
૫૩ ટકા ટ્રક ચાલકો દારૂ પીને ડ્રાઇવીંગ કરતી સમયે ઉંઘી જતા હોવાથી ગમખ્વાર અકસ્માતની ઘટના બને છે. ૨૦૧૭ના વર્ષ દરમિયાન અકસ્માતની ઘટના અંગે નોંધાયેલા આકડા મુજબ ૭૦ ટકા અકસ્માત વાહનોએ તેની ગતિ ઓળંગવાના કારણે બની છે. ૯૮,૬૦૦ અકસ્માત સર્જાવવાનું કારણ વધુ સ્પ્રીડ હોવાનું નોંધાયું છે. વાહન ચાલકો સ્પ્રીડ લિમીટના નિયમને સમજતા નથી અથવા નિયમનું જાણી જોઇને પાલન ન કરતા અકસ્માત સર્જાય છે.
સ્પ્રીડ નિયમનું પાલન ન કરતા માત્ર ૧૯ ટકા જ વાહન ચાલકોને સજા થાય છે.પરિવહન વિભાગના જોઇન્ટ સેક્રેટરી અભય ડામ્લેએ કહ્યું કે, રોડ અકસ્માતો અને મોટી આફતીની નોંધ માટે ઓન લાઇન સિસ્ટમ બનાવવામાં આવશે, જેનું સાઇન્ટીફીકટ મેનરમાં એનાલીસીસ કરવામાં આવશે તેથી અકસ્માત પાછળનું સાચુ કારણ જાણી શકાશે અને સરકારને સાચો નિર્ણય લેવાનો ખ્યાલ આવશે અમદાવાદના કોચરબ આશ્રમમાં હિન્દુ મહાસભા સામે એક મિટીંગ યોજવામાં આવી હતી.
જેમાં યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને અન્ય સભ્યો સાથે દારૂની મહેફીલ માણી હોવાનું સામે આવ્યું છે. મહાત્મા ગાંધીએ સૌપ્રથમ કોચરબ આશ્રમની અમદાવાદ ખાતે સ્થાપના કરી હતી અને દારૂબંધીની હીમાયત કરી હતી તે સ્થળ નજીક જ અને ગાંધીજીની સ્થાપેલી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાયેલા મહત્વના હોદેદાર સહિતના કાર્યકરોએ દારૂની પાર્ટી યોજવાની શરમજનક ઘટનાના પગલે ગુજરાતની દારૂબંધીના કાયદાના લીરા ઉડયા છે.
તાજેતરમાં જ ભરૂચ પોલીસે બુટલેગર નરેશ કહરને ત્યાં દરોડો પાડી ૨૪૨ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો. ત્યાર બાદ કહરની ધરપકડ કરવામાં આવી ત્યારે તેને દારૂનો વ્યવસાય બંધ કરી દુધનો વ્યવસાય શ‚ કર્યો હતો જો કે પોલીસ તપાસ દરમિયાન બુટલેગર કહરની પત્ની દારૂનો વ્યવસાય ચાલુ રાખ્યોનું બહાર આવ્યું હતું અને તેનું વાર્ષિક ટર્ન અવર રૂ.૧.૫ કરોડ હોવાનું બહાર આવ્યું છે.