વોર્ડ નં.૧૦ના જાગૃત કોર્પોરેટરો તથા સંગઠનની ટીમ દ્વારા વોર્ડમાં વિકાસ કાર્યોની વણઝાર અવિરત ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્યસાંઈ રોડ પર આવેલ શ્રીજીકૃપા બંગ્લોઝ કોમન પ્લોટ ખાતે પેવર બ્લોકનું ખાતમુહૂર્ત મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ તકે મેયર બીનાબેન આચાર્ય, કોર્પોરેટર અશ્ર્વિનભાઈ ભોરણીયા, વોર્ડ પ્રભારી માધવભાઈ દવે, પૂર્વ કોર્પોરેટર પરેશભાઈ હુંબલ, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, મહામંત્રી હરેશભાઈ કાનાણી, પરેશભાઈ તન્ના, વોર્ડ ઉપપ્રમુખ નિલેશભાઈ અનડકટ, મંત્રી અશ્ર્વિનભાઈ કોરાટ તથા શ્રીજીકૃપા બંગ્લોઝ સોસાયટીના વિનુભાઈ વિરડીયા, દિલીપભાઈ વેકરીયા, એડવોકેટ સી.એમ.પટેલ, ધી‚ભાઈ અસોદરીયા, વૈભવભાઈ પ્રાગડા, લાલચેતાભાઈ, મધુભાઈ ગજેરા, પ્રભુદાસભાઈ રાબડીયા, ગીરીશભાઈ કોટડીયા સહિતના સ્થાનિક રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.