ખાંડ, તેલ, ચોખાની ૨૦૦ કીટનું વિતરણ: સમાજની ૭૫ વિધવા બહેનોને દર મહિને રૂ.૨૦૦ની રોકડ સહાય અપાશે
રાજકોટમાં શ્રીમાળી સોની સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સોની સમાજના જરૂરીયાતમંદ કુટુંબોને અનાજ સહાય, ખાંડ, તેલ, ચોખાની ૨૦૦ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સોની સમાજની ૭૫ વિધવા બહેનોને દર માસે રૂ.૨૦૦ની રોકડ સહાય આપવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિનુભાઈ વઢવાણા, દિલીપભાઈ આડેસરા, અજયભાઈ ફિચડીયા, હિતેશભાઈ ચોકસી સહિતના મહાનુભાવોએ ભારે જહેમત ઉઠાવી હતી.
છેલ્લા આઠ વર્ષથી આ વિતરણ દર માસના પહેલા રવિવારે કરેલ છે. આ ઉપરાંત અલગ-અલગ તહેવારોમાં જરૂરીયાતમંદોને ચિકકી, મીઠાઈ, ધાબળા, શાલ તેમજ સીઝન અનુસાર વસ્તુ અને અનાજનું વિતરણ કરવામાં આવે છે. તેમજ અધિકમાસ, પુરુષોતમ માસમાં સાડીનું વિતરણ કરવામાં આવે છે.
અબતક સાથેની વાતચીતમાં દિલીપભાઈ સોનીએ જણાવ્યું હતું કે, શ્રીમાળી સોની સમાજ સારાંશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમે લોકો અમારા સમાજના દરેક જરૂરીયાતમંદ કુટુંબોને સમાજ સહાય અને અડદિયાનું વિતરણ છેલ્લા ૮ વર્ષથી કરી છીએ. તેમજ અમારી સમાજની વિધવા બહેનોને દર મહિને ૨૦૦ રૂપિયાની સહાય પણ કરવામાં આવે છે.