લોકસભાની ચૂંટણીને હવે બે મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓનો ધમધમાટ ચલાવવામાં આવી રહ્યો છે. ચૂંટણીપંચ દ્વારા ગાંધીનગર ખાતે કાલથી રાજયના તમામ જિલ્લા કલેકટરો માટે બે દિવસના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લા કલેકટરોને લોકસભાની ચૂંટણી અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવનાર છે. ઉપરાંત કેન્દ્રીય ચૂંટણીપંચના અધિકારીઓ દ્વારા જિલ્લા કક્ષાની તૈયારીની સમીક્ષા પણ કરવામાં આવનાર છે.

લોકસભાની ચૂંટણી નજીક આવતા ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે જે સંદર્ભે ગુજરાત રાજયના તમામ જિલ્લા કલેકટરો માટે આવતીકાલે અને ગુરૂવારે એમ બે દિવસ ગાંધીનગર ખાતે ચૂંટણીના તાલીમવર્ગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય ચૂંટણીપંચના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે.

આ વર્ગમાં કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ જિલ્લા કલેકટર પાસેથી જિલ્લા કક્ષાની ચૂંટણીની તૈયારીનો રિપોર્ટ લઈને તેની સમીક્ષા હાથ ધરશે. જિલ્લાની મતદાર યાદી, મતદાન મથકોની સંખ્યા, ચૂંટણીનું મહેકમ સહિતની બાબતોની કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સમીક્ષા કરવામાં આવનાર છે.

આ સાથે લોકસભાની ચૂંટણી સંદર્ભે દરેક એઆરઓને ટ્રેનીંગ અને અવેરનેસ માટે ૧૦ ઈવીએમ અને વીવીપેટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઈવીએમ અને વીવીપેટના ઉપયોગથી એઆરઓને પોત-પોતાના વિસ્તારોમાં લોકજાગૃતિ કેળવવાની સુચના પણ આપવામાં આવી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.