અબજોની આવક ગરીબોના કલ્યાણ માટે વપરાશે
સાઉદી અરબના પાટવી કુંવર મોહમ્મદ બીન સલમાને શરૂ કરેલી ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશ વિશ્વ માટે પ્રેરક ઉદાહરણ બની રહેશે.૧૫ મહિનાથી શરૂ થયેલી આ ઝુંબેશ સાઉદી અરબનાં ડઝનબધ્ધ ધનપતિઓ અને શકિતશાળી લોકોએ કરેલી નાણાંકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારની તપાસ કરીને સરકારે અનેક ધનપતિઓને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા.અરબ જગતના ઈતિહાસમાં સૌ પ્રથમ સાઉદીના પાટવી કુંવર મોહમ્મદ બિન સલમાને એન્ટીકર્પશન કમિશ્નની રચના કરી હતી અને ભ્રષ્ટાચારનો વિરોધ ઝુંબેશ હાથ ધરી હતી.
આ સમિતિમાં પોતે જ અધ્યક્ષ રહી ભ્રષ્ટાચારીઓ સામે ઝુંબેશ હાત ધણી હતી,. વિવિધ ક્ષેત્રના અસંખ્ય લોકોને તપાસના સકંજામાં લઈ પુરાવાઓની તપાસ કરીને મોટા માથશઓ રાજકીય પરિવારના વગદારો અને વેપારી ઉદ્યોગપતિઓને વીણી વીણીને કાયદાના સકંજામાં લીધા હતા. અને અસંખ્ય લોકોને તાત્કાલીક અસરથી જેલમાં પૂરી દીધા હતા. મોહંમ્મદ બિન સલમાને હાથ ધરેલી આ પડકાર જનક કામગીરીમાં કોઈ શેહશરમ રાખી ન હતી. ભ્રષ્ટાચારના મામલાઓનાં કેટલાક કુટુંબીઓને પણ જેલમાંધકેલી દીધા હતા.
સાઉદી અરબમાં એન્ટીકરપ્શનકમિશને જેલમાં નાખી દીધેલ કૌભાંડીઓ પૈકી ૮૭ ભ્રષ્ટાચારીઓ પાસેથી ૧૦૭ બીલીયન અમેરિકન ડોલરની જંગી રકમ દંડ અને પેનલટીના રૂપમાં વસુલ કરી હતી.દંડની આ રકમમાંથી સાઉદી સરકાર ગરીબી અને વંચિતોનો વિકાસ કરશે.
સાઉદી સરકારના આ અભિયાનને ૩૫ બીલીયન અમેરિકન ડોલરનું ભંડોળ કબજે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભ્રષ્ટાચારથી ઉભી કરેલી અબજો રૂપીયાની સંપતિને ટાંચમાં લેવામાં આવી છે.પાટવી કુંવરે ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશમાં પરિવારના નિકટના વ્યકિતઓના નામ ખૂલ્યા હતા. તેમની સાથે પણ આકરી કાર્યવાહી કરવામાં જરાપણ પીછેહઠ કરી નહતી.
સાઉદી સરકારના પૂર્વ મંત્રીઅમઅલ-દબગાહ, હાનિખોજા, શામી બારોબી સૌથી મોટી ફૂડ કંપનીના માલીક અને માલેતુજારોને પકડીને જેલમાં નાખી દીધા હતા અને જામીન પર છૂટેલાઓ ઉપર વિદેશી પ્રવાસ તો ઠીક પણ વિમાનમાં બેસવાની મનાઈ ફરમાવી દીધી હતી.પ્રીન્સ અલ-વાલિદનો તાજેતરમાં જ છૂટકારો થયો હતો. પકડાયેલા તમામ સાથે કાયદેસરની કાર્યવાહી કરી જે દંડની વસુલાત કરવામાં આવી છે તે હવે ગરીબ કલ્યાણમાં વપરાશે.