તાજેતરમાં રાજકોટ ખાતે ગોંડલ ચોકડી પાસે ઓવર બ્રીજનું ભૂમી પૂજન કરવા આવેલા કેન્દ્રીય મંત્રીને ઉપલેટા અને ધોરાજી વચ્ચે આવેલા ટોલ નાકા પ્રશ્ને રજૂઆત પૂર્વ ધારાસભ્યની આગેવાનીમાં કરવામાં આવી હતી.
ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ માકડીયાની આગેવાનીમાં નગરપાલીકાના પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા, ચેમ્બરના પૂર્વ પ્રમુખો ગુણવંતભાઈ રાણીંગા, હસુભાઈ પંડયા, જેન્તીભાઈ સહિતના આગેવાનોએ રાજય કક્ષાના કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને જણાવેલ કે ધોરાજી ઉપલેટા વચ્ચે ડુમીયાણી ટોલનાકા ઉપર અસહ્ય ભાવ લેવાતા હોવાથી આ ભાવ વધારો પાછો ખેંચવો અને આ ટોલનાકા ઉપલેટાની બહાર પોરબંદર રોડ ઉપર ખસેડવામાં આવે તો ઉપલેટા ધોરાજી વાહન ચાલકોને કાયમી મુશ્કેલીમાંથી બહાર આવી શકે તેવી રજૂઆતો કરેલ આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ આગેવાનોને ઘટતુ કરવા ખાતરી આપી હતી.