૧૯મીએ તાલીમ મેળવેલ બહેનો દ્વારા મેગા ડેમોસ્ટ્રેશન યોજાશે
અખીલ ભારતીય વિઘાર્થી પરિષદ એ ઇ.સ. ૧૯૪૯ થી વિઘાર્થીઓના હિત અને ઘડતર માટે વિવિધ રચનાત્મક કાર્યક્રમો કરતું રહે છે. તેવી જ રીતે એ.બી.વી.પી. દ્વારા સમગ્ર ભારતમાં બહેનો સશકત બને તેમજ આત્મરક્ષા માટે કાબીલ બને તે માટે મિશન સાહસી કાર્યક્રમ અંતર્ગત બહેનોને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી રહે છે. અને અંદાજીતી સાત લાખ જેટલી બહેનોને સમગ્ર ભારતમાં મિશન સાહસી કાર્યક્રમ અંતર્ગત સેલ્સ ડીફેન્સની તાલીમ અપાય ચૂકી છે. તો તેવી જ રીતે રાજકોટમાં એ.બી.વી.પી. દ્વારા તા.૪ ફેબ્રુઆરીથી ૮ ફેબ્રુઆરી અને ૧૧ ફેબ્રુઆરીથી ૧પ ફેબ્રુઆરીના આ બે તબકકામાં શહેરના વિવિધ કેમ્પસોમાં હજારો બહેનોને રોજ મેગા ડેમોસ્ટ્રેશન નું આયોજત થશે અને આ ડેમોસ્ટ્રેશનમાં ૧૦ દિવસ દરમિયાન જેટલી બહેનોએ તાલીમ મેળવી છે. તે બધી બહેનો એકઠા થ આ સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ આપશે. તો આ રીતે એ.બી.વી.પી. દ્વારા બહેનોને સશકત બનાવવામાં આવશે.