યોગી આદિત્યનાયની સરકાર દ્વારા તાજેતરમાં વિરોધીઓના દબાણ હેઠળ સત્તા ‚એ ૬૭ આઇપીએસ અધિકારીઓની ગઇકાલે બદલી કરી નાખી છે. આ અંગે બદલી પાછળનું કારણ રાજય માનવી સરકારના આગમન બાદ ગુનાખોરી વધી હવાનો આક્ષેપ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

રાજયની એસેમ્બલીના ચાલી રહેલા સત્ર અર્તગત વિરોધીઓ દ્વારા સરકાર પર ગુનાખોરી તેમજ કાયદાના ભંગના આક્ષેપો કર્યા હતા. આ બદલીમાં ૨૦૦ જેટલા સીનીયર પોલીસ ઓફિસર્સની યોગી સરકારે તેમને મળેલ સત્તાની ‚એ  બદલી કરી નાખવામાં આવી હતી. આ બદલીઓમાં અંગે પોલીસ રીક્રુટમેન્ટ અને પ્રોબેશન બોર્ડના એસ.એન.રાવતને અલ્હાબાદ ક્ષેત્રના એડીજી તરીકે તેમજ કેટલાક એસ.પી.થી ડી.આઇ.જી. સુધીના રેન્ક ઓફિસર્સની બદલી તાજેતરમાં અલગ અલગ જગ્યાઓ જેવી કે અલ્હાબાદ, બરેલી, ઝાંસી, હમીરપુર, બાગપત, લલીતપુર, મહારાજગજ અને ઇટા ખાતે કરવામાં આવી હતી.

આ કસરતો પાછળ મહેનત કરવા પાછળનું કારણ પોલીસ સેટઅપ દ્વારા ગુનાખોરી પર રોક લગાવવાનું છે.ગઇકાલે આદિત્યનાથે રાજયની એસેમ્બતી ખાતે જણાવ્યું હતું કે ગુનેગારો કોઇ રાજનેતા કે પોલીસ સાથેના સેટીંગ વડે જલસા નહી કરીશકે. તેમણે જણાવ્યું હતું કે મથુરા તેમજ અન્ય શહેરોમાં બંધુકની અણીએ જવેલર્સમાં થયેલી લુંટ તરફ ઘ્યાન દોર્યુ હતું. હવેથી રાજયમાં

જાતિ અને ધર્મના કારણે પણ ગુનાખોરી નહીં થઇ શકે.હવે ગુનાખોરી પર નિયંત્રણનો સમય આવી ગયો છે.આ નિર્ણય દ્વારા યોગી આદિત્યનાથે વિરોધીઓ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમજ હવે વિરોધી પાર્ટીઓને યોગીનો વિરોધ કરતાં પહેલા સો વખત વિચાર કરવો પડશે. કારણ કે યોગી સરકારે સત્તા પર આવતાની સાથે જ એક પછી એક ક્ષેત્રે ત્વરીત પગલા ભરી દરેક ફરીયાદો તેમજ વિરોધોનો નિકાલ કરવા નવા નવા પગલાઓ ભર્યા છે. કે જે અંગે વિરોધીઓને હાથ ઘસવાનો જ વારો આવ્યો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.