રાજયના પોલીસ વડાને છાવરવા સીબીઆઈના અધિકારીઓની ધરપકડ કરતી મમતા સરકાર
મમતા સરકાર v/s સીબીઆઇ અંગે કાલે સુપ્રીમમાં સુનવણી
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ થઈ રહી છે. ત્યારે ચીટ ફંડ મુદે સીબીઆઈએ પોલીસ કમિશનર રાજીવ કુમારના બંગલે રવિવારની સાંજે કરેલી રેડ સામે કલકતા પોલીસે સીબીઆઈના આઠ અધિકારીઓને રાઉન્ડ અપ કરી લેતા પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સામે રીતસરનો કાનૂની જંગ શરૂ થઈ ગયો છે.
રવિવારની સાંજે સીબીઆઈની ટીમે રાજીવકુમારના નિવાસ સ્થાને સતાવાર રેડ કરી હતી.
શારદા અને રોઝવેલી કૌભાંડ કેસમાં કોલકતા પોલીસ કમિશ્નર રાજીવકુમારની પૂછપરછ માટે તેમના ઘેર પહોચેલી સીબીઆઈની ટીમને કોલકતા પોલીસે કસ્ટડીમાં લેતા ભારે ધમાસાણ મચી ગયો છે. આ મામલે પોલીસ કમિશ્નરના વહારે મેદામાં ઉતરેલા પશ્ચીમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનજી પોલિસ કમિશનરના ઘરે દોડી ગયા હતા. મુખ્યમંત્રી મમતા બેનજીએ અધિકારીઓ સાથે તાકિદની બેઠક યોજી હતી. અને ધરણા શરૂ કરી દીધા હતા.
પોલિસ કમિશ્નર રાજીવકુમારની પૂછપરછ માટે તેમના ઘરે પહોચેલી સીબીઆઈની ટીમ અને કોલકતા પોલિસ વચ્ચે હાથોહાથની મારામારી સર્જાઈ ગઈ હતી તેની સામે સીબીઆઈની ટીમને પોલિસ કસ્ટડીમાં લઈ લીધી હતી પોલીસથી ઘેરાયેલી સીબીઆઈ ઓફીસ ફરતે કેન્દ્રીય સલામતી દળોએ પહેરો ગોઠવી દીધો હતો અને રાજયમાં કેન્દ્ર અને રાજય સરકારના ઘર્ષણનાં પગલે ભારે રાજકીય કટોકટી ઉભી થઈ છે.
વિધાનગર પોલિસે એક તબકકે સીબીઆઈની ઓફિસ પર કબજો જમાવી સીબીઆઈની આખેઆખી ટીમને કસ્ટડીમાં લઈને પોલિસ સ્ટેશને લઈ લેવાય હતી. સીબીઆઈ અધિકારીઓને કસ્ટડીમાં લેનાર પોલિસ સાથે મુખ્યમંત્રીએ તાત્કાલિક પરામર્શ શરૂ કર્યો હતો.
ઘણા લાંબા સમયથી પશ્ચીમ બંગાળમાં ગાજી રહેલા રામવેલી અને શારદા ચીટફંડ કૌભાંડમં કોકતા પોલિસ કમિશ્નર રાજીવકુમારનું નામ ખુલ્યું હતુ. રાજીવકુમાર ઘણા લાંબા સમયથી લાપત્તા છે. સીબીઆઈ તેમની ધરપકડની તજવીજ હાથ ધરવામાં આવી સીબીઆઈ કેટલીક મહત્વની ફાઈલો અને દસ્તાવેજો ગાયબ થવાના મામલે તપાસ માટે તલપાપડ બની છે.સીબીઆઈ તરફથી જારી કરવામાં આવેલી નોટિસોનો જવાબ પણ કુમાર દ્વારા અપાતો નથી.
રવિવારે શરૂ થયેલા પોલિસ અને સીબીઆઈ વચ્ચેના ઉંદરબીલ્લી જેવા ડ્રામાએ દેશના રાજકીય વાતાવરણમાં હલચલ મચાવી દીધી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકતા, પોલિસના વહારે મેદાનમાં ઉતરી પડયા હતા. તેમણે જણાવ્યું હતુ કે કોલકતા પોલિસ કમિશનર દુનિયાના સૌથી સારા લોકો પૈકીના એક છે.તેમની ઈમાનદારી અને બહાદૂરીસામે કોઈ શંકા ઉઠાવી ન શકે. તે ૨૪ કલાક દેશ સેવા કરી રહ્યા છે. હાલમાં તેમણે એક જ દિવસની રજા લીધી હતી. તેની સામે કેન્દ્ર જુઠ્ઠાણું ફેલાવી રહી છે.
બીજી તરફ સીબીઆઈ પોતાના અધિકારીઓની ધરપકડ મામલે સુપ્રિમ કોર્ટમાં જવાની તૈયારીઓનો નિર્દેશા સીબીઆઈના વચગાળાના ડાયરેકટર એમ. નાગેશ્વર રાવે આપીને જણાવ્યું હતુ કે અમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે થયેલી દૂરવ્યવહાર જેવી ઘટના અંગે અમે અદાલતના શરણે જશું.
બીજી તરફ રાજયપાલે મોડીરાત્રે ચીફ સેક્રેટરીમલય ડે અને ડી.જી.પી. વિરેન્દ્રને આ સમગ્ર ઘટના અંગે તાત્કાલીક અહેવાલ આપવામાં આદેશો, જારી કર્યા છે.
આ મુદે એડિશનલ પોલિસ કમિશનર જાવેદ સલીમે પત્રકાર પરિષદ બોલાવી કહ્યુંં હતુ કે સીબીઆઈએ પોલિસ કમિશનર કુમાર સામે પાયા વિહોણા આક્ષેપો કર્યા છે. કુમાર દરરોજ ઓફિસે આવે છે. કુમારની ધરપકડ સામે કોલકતા હાઈકોર્ટનો ૧૩ ફેબ્રુઆરી સુધીનો સ્ટે પણ હોવાનું જણાવ્યું હતુ.
આઠ સીબીઆઈ અધિકારીઓની અટકાયતનો આ મામલો ભારે ધમાસણનું કારણ બન્યુંહતુ એક તરફ સીબીઆઈનો કાફલો કુમાર સ્વામીની ધરપકડની તજવીજ માટે કાર્યવાહી કરી રહી હતી તો બીજી તરફ બીજી ટીમ પાર્ક સ્ટ્રીટ પોલિસ મથકમાં તપાસ માટે પહોચી હતી.
મમતા બેનર્જીએ આ સમગ્ર મામલાને રાજકીય ઈશારે થતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, આ સમગ્ર કાર્યવાહી રાજકીય ઈશારે થઈ રહી છે. સીબીઆઈ પોલિસ કમિશનરની પૂછપરછ માટે કોઈપણ પ્રકારનાં આદેશ કે વોરંટ વગર આવ્યા હતા.
મમતા બેનર્જીએ જાન્યુઆરી ૧૯ના રોજ કોલકત્તામાં યોજેલી રેલી સામે આ રાજકીય પ્રહારો હોવાનો આક્ષેપ કર્યો હતો.
વિપક્ષી નેતાઓ આજે બંગાળમાં: મમતા બેનર્જી ઉપવાસ પર
બીન હરિફ રાજકીય નેતા તરીકે દદાયકાઓથી રાજનીતિમાં ટોચના સ્થાન ધરાવતા મમતા બેનર્જીએ પોલિસ કમિશનર સામે સીબીઆઈની કથિત કામગીરીનો વિરોધ કરવા ૧૩ વર્ષ પછી પ્રથમવાર ધરણા કરીને નવો ઈતિહાસ રચ્યો છે.
પશ્ચીમ બંગાળમાં એક તરફ રાજકીય કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે મમતા બેનજી આ સમગ્ર કાર્યવાહીને કેન્દ્ર સરકારની જોહુકમી ગણાવી હતી અગાઉ મમતા બેનજીએ ધરણા યોજીને પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. ગઈકાલે ૧૩ વર્ષનાં લાંબાગાળા બાદ ફરીથી એક વખત શેરી બંગાલ ધરણા પર બેઠા હતા તેમણે જણાવ્યું હતુ કેહું જોહુકમી સામે દરેકને જણાવવા માંગું છું ભાજપના પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જો હુકમી સામે અવાજ ઉઠાવવું જરૂરી છે.
૧૯મી જાન્યુઆરી કોલકતામાં યોજાયેલી રેલીનું આ પરિણામ હોવાનું જણાવ્યું હતુ બીજી તરફ મમતા બેનર્જીને દેશના તમામ વિપક્ષોનો ટેકો આ મુદે પ્રાપ્ત થયો છે. આ રાજકીય કટોકટીના સમાચારના પગલે કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, સમાજવાદી પ્રમુખ મુલાયમસિંહ યાદવ, રાષ્ટ્રીય જનતાદળના તેજસ્વી યાદવ અને પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ દીદીના સમર્થનમાં ટેકો જાહેર કર્યો હતો.મમતા બેનજીએ આ તમામ ઘટના ક્રમને ચૂંટણીલક્ષી રાજકારણ ગણાવ્યું હતુ.