જ્ઞાતિનો કોઈ શખ્સ દારૂ વેચશે તો ૫૧ હજારનો દંડ સમાજ ફટકારશે
ધ્રાગધ્રા શહેરના વાદીપરા વિસ્તારમા છેલ્લા કેટલાક સમયથી દેશીદારુનુ ખુલ્લેઆમ વેચાણ થતુ હતુ. આ વાદોપરા વિસ્તાર ધ્રાગધ્રા-માલવણ હાઇવેની બિલકુલ નજદીક હોવાથી અહિ કચ્છથી અમદાવાદ તરફ જતા ટ્રક ચાલકો ખુબજ મોટી સંખ્યામા દેશીદારરૂના કુટેવ ધરાવનારાઓ દારૂ ખરીદતા હતા. ગત તારીખ ૨૮ જાન્યુઆરીના રોજ “અબતક” સાંધ્ય દૈનિક અખબારમા આ બાબતે અહેવાલ પ્રસીધ્ધ કરાતા ધ્રાગધ્રા સ્થાનિક પોલોસને રેલો આવ્યો હતો જેથી પોલીસે તુરંત વાદીપરા વિસ્તારમા દરોડો કયોઁ હતો જ્યારે દરોડો થતા પોલીસનુ કડકાય ભયુઁ વલણ જોઇને વાદીપરા વિસ્તારમા વાદી સમાજના ચારથી પાંચ શખ્સો દ્વારા ચલાવવામા આવતા દેશીદારૂના અડ્ડાને બંધ કરવાનો નિર્ણય સમસ્ત વાદી સમાજના લોકો દ્વારા લેવાયો હતો જેથી ગત દિવસે વાદીસમાજના લોકો દ્વારા મિટીંગનુ આયોજન કરી સમાજના આગેવાનો દ્વારા નિર્ણય લેવાયો હતો કે જે કોઇ વાદી સમાજના શખ્સો દેશીદારૂનો વેપલો કરે છે તે તાત્કાલિક ધોરણે બંધ કરે અને અગામી સમયમા પણ જો વાદી સમાજનો કોઇપણ શખ્સ આ વિસ્તારમા દારૂનો વેપલો કરતો દેખાશે તો તેને ૫૧ હજાર રુપિયાનો દંડ સમાજ દ્વારા ફટકારાશે. સમસ્ત વાદીસમાજના આ નિણઁયને લોકો દ્વારા આવકારી વષોઁથી વાદીપરામા ચાલતા દેશીદારુના અડ્ડાઓ બંધ કરાયા હતા. ત્યારે વાદીસમાજના આ નિર્ણયથી સ્થાનિક તાલુકા પોલીસના બીટજમાદારોના પેટમા તેલ રેડાયુ હોય તેવો ઘાટ ઘડાયો હતો.
વાદીપરામા ચારથી પાંચ શખ્સો દ્વારા દેશીદારૂના ખુલ્લેઆમ વેપલા પાછળ પોલીસની છત્રછાયા રહેલી હોય અને સમાજના નિર્ણયથી દેશીદારૂના અડ્ડા બંધ થતા સ્થાનિક વાદીપરાની બીટના જમાદારને દેશીદારૂ વેચાણ કરવા આપેલી લીલીઝંડીની આવક બંધ થઇ ગઇ છે.