કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજુઆત
શહેરના વોર્ડ નં.૧૩માં આવેલા ગુલાબવાડી વિસ્તારમાં ટેકસ બ્રાંચે નોટીસ આપ્યા વિના સીલ મારવાની કામગીરી હાથ ધરતા વેપારીઓમાં ભારે રોષ ફાટી નિકળ્યો હતો. કાર્પેટ એરિયા મુજબ આકારણી બાદ ઔધોગિક વિસ્તારમાં આવેલા કારખાનેદારોએ વેરા સામે વાંધા અરજીઓ કરી હતી જેનો નિકાલ આજ સુધી કરવામાં આવ્યો નથી છતાં ટેકસ બ્રાંચ આજે મિલકત સીલ કરવા માટે દોડી ગઈ હતી. વોર્ડના કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને કોંગી અગ્રણી પ્રભાતભાઈ ડાંગર દ્વારા આ અંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને રજુઆત કરવામાં આવી હતી અને કારખાનેદારોને સાંભળી યોગ્ય નિર્ણય લઈ વસુલાત કરવાની માંગણી કરાઈ છે.