લોકોને ખેતરોમાં પણ ન જવું ? તેવો વૈદ્યક સવાલ
એક બાજુ ના.હાઈકોર્ટ દ્વારા સિંહોની સુરક્ષા અંગે લોકોના અભિપ્રાય માંગી રહેલ છે અને સિંહોની સુરક્ષાને લઈને સુઓમોટો પીટીશન કરેલ હોય ત્યારે રાજુલાના તાલુકા રેવન્યુ વિસ્તાર ખુબ જ મોટી સંખ્યામાં સિંહોનો વસવાટ છે. આ રેવન્યુ વિસ્તારમાં આ રીતે સિંહોનો વસવાટ થવાથી અને આ સિંહો હવે ખેતરો અને વાડીઓમાંથી હવે સિંહો ગામોમાં આવી જાય છે અને સિંહો પોતાની ભુખ સંતોષવા ગાયો, ભેંસો વિગેરેનું મારણ કરે છે અને કયારેક સિંહો માણસો ઉપર પણ હુમલાઓ કરે છે ત્યારે આજરોજ રાજુલા તાલુકાના ધારેશ્વર ગામે રાત્રીના સમયે ત્રણ થી ચાર સિંહો દ્વારા એક ગાયનું મારણ કરેલ છે. આમ ગામમાં ઘુસીને ગાયનું મારણ કરતા ગામ લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે.
આ સમયે ગામ લોકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વનતંત્રના કર્મીઓ દ્વારા લોકોને ઘરમાં ઘુસી રહેવા સલાહ આપેલ છે ત્યારે આ વિસ્તારના ખેડુત અગ્રણી એવા દિલીપભાઈ સોજીત્રાએ જણાવેલ છે કે એકબાજુ ખેડુતોના દેવાના ડુંગર નીચે દેખાયેલ છે ત્યારે વનતંત્રના અધિકારી દ્વારા એવું જણાવેલ છે કે,શું અમારે ખેતરે ન જવું ? રાત્રે ઘરે તાળુ મારીને રહીએ તો ખેતરોમાં પાક નિષ્ફળ જાય તેમ છે.
આ અંગે જાણકારો દ્વારા એવું જણાવાઈ રહેલ છે કે, સિંહોનો વસવાટ ગીરના જંગલમાંથી રેવન્યુ વિસ્તારમાં આવવા પાછળના કારણો જંગલ વિસ્તારમાં સિંહોને ખોરાક માટે બીજા વન્ય પ્રાણીઓ પુરતા પ્રમાણમાં ન હોય જેથી ખોરાકની શોધમાં સિંહો ગીર જંગલની બહાર નિકળ્યા છે.
ત્યારે સિંહોના ખોરાક માટે કેટલી રકમ ફાળવવામાં આવે છે અને કેટલી રકમ ખરેખર સિંહોના ખોરાક પાછળ ખર્ચવામાં આવે છે અને જો આવી રકમ ન ફાળવવામાં આવતી હોય તો તાત્કાલિક વધારાની રકમ સિંહોના ખોરાક માટે ફાળવવા માંગણી કરેલ છે. ઉપરાંત જંગલો પણ કપાઈ રહ્યા હોવાના આક્ષેપો પણ વનતંત્ર ઉપર થઈ રહ્યા છે ત્યારે સિંહો રેવન્યુ વિસ્તારમાં સુરક્ષિત રીતે રહે અને લોકોને પણ હેરાન ગતિ ન થાય તે રીતની વ્યવસ્થા વનતંત્ર ગોઠવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામેલ છે.