આર.ટી.ઓના નિયમોની ઐસી તૈસી
રાજુલા તાલુકાના વિકટર ગામે આવેલી ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કંપની દ્વારા પીપાવાવ ધામ કથીવદર ખેરા ચાંચ ભેરાઈ સહિત ના ગામમાં મીઠું ઉત્પાદન કરી સુત્રાપાડા સ્થિતિ સોડા એશ પ્લાન્ટમાં મીઠું મોકલવામાં આવે છે કંપની દ્વારા ટ્રકો મારફતે મીઠું સુત્રાપાડા પરિવહન કરવામાં આવે છે પરંતુ આ કંપનીના ટ્રકોને આરટીઓના નિયમો લાગુ જ ના પડતાં હોય તેમ ભરેલાં ટ્રકોમાં નિયમો મુજબ તાડપત્રી ઉપર બાંધવાની છે જેથી ટ્રકોમાં ભરેલા માલસામાન રોડ પર ના પડે તેમજ વાહનચાલકો્ અને રાહદારીઓને કોઈ તકલીફ ના પડે પરંતુ આ કંપનીના ટ્રકો આરટીઓના નિયમોની ઐસીતૈસી કરતાં હોય તેવું લાગી રહ્યું છે ખુલ્લા ટ્રકોમાંથી મીઠું રસ્તા પર પડતાં રોડ રસ્તા પણ ખરાબ થઈ રહ્યા છે તેમજ અકસ્માતોનો ભય તોળાઈ રહ્યો છે આ અંગે દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે અને તમામ ટ્રકો પર તાડપત્રી ફરજિયાત કરવામાં આવે તેમજ જે ટ્રકો આરટીઓના નિયમોનું ઉલ્લંધન કરે તેને દંડ ફટકારવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે આરટીઓના અધિકારીઓ દ્વારા આગામી દિવસોમાં આ કંપનીના ટ્રકો સામે કાયદાકીય પગલાં લેશે કે પછી આમ જ લોકો પરેશાન થતાં રહેશે તે તો હવે આવનારો સમય જ બતાવશે