જિલ્લા ભાજપ દ્વારા મુખ્ય સંગઠન આગેવાનોની બેઠક યોજાઈ
રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા ભાજપા કાર્યાલય ખાતે રાજકોટ જીલ્લા અધ્યક્ષ ડી.કે.સખીયાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ જીલ્લાના પ્રભારી પ્રકાશભાઈ સોની, મહામંત્રી સર્વ ભાનુભાઈ મેતા, ડો.ભરતભાઈ બોઘરા ઉપસ્થિત રહી આવનારી ૨૦૧૯ની લોકસભાની ચુંટણી અંગે રાજકોટ જીલ્લાના મુખ્ય હોદેદારો, મંડલોના પ્રભારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં સંગઠનાત્મક અંગે ચિંતન-મનન કરવામાં આવ્યું હતું.
આ તકે પ્રકાશભાઈ સોનીએ સંગઠનાત્મક અંગેની માહિતી મેળવી હતી અને તમામ તાલુકા મંડલો ઉપર શકિત કેન્દ્રોના ઈન્ચાર્જ, તમામ સેલ-મોરચાના હોદેદારોની નિમણુક પ્રક્રિયા વહેલાસર પુરી કરવા સુચનો કરવામાં આવ્યા હતા. તમામ સમાજ સામાજિક સમરસતાનો બની રહે તેવો ઉદેશ્ય ભાજપાનો છે.
આ તકે જીલ્લા અધ્યક્ષ ડી.કે.સખીયાએ સંગઠનાત્મક ચર્ચા ચિંતન-મનન કરતા જણાવ્યું હતું કે, આવનારી લોકસભાની ચુંટણીમાં ભાજપા સંપૂર્ણ બહુમતી સાથે કેન્દ્રમાં સરકાર રચશે ત્યારે આપણી મોટી જવાબદારી બની રહે છે કે સરકારના વિકાસકાર્યો લોકો સુધી પહોંચાડવા અને પ્રત્યેકને સરકારના લાભો મળી રહે તે અંગે પુરતુ માર્ગદર્શન આપવું. આ તકે જીલ્લા મહામંત્રી ડો.ભરતભાઈ બોઘરાએ કેન્દ્ર સરકાર અને રાજય સરકારની ઉપલબ્ધીઓને વર્ણવી હતી.
આ બેઠકમાં જીલ્લાના હોદેદારો તથા મંડલના પ્રભારીઓ હાજર રહ્યા હતા. જેમાં નિતીનભાઈ ઢાંકેચા, પરસોતમભાઈ સાવલિયા, ભુપતભાઈ ડાભી, મુકતાબેન વઘાસીયા, સીમાબેન જોશી, મીનાક્ષીબેન સોજીત્રા, હરેશભાઈ હેરભા, સતીષભાઈ ભીમજીયાણી, વિનુભાઈ પરમાર, અરૂણભાઈ ઠુંમર, મોહનભાઈ દાફડા, ખોડાભાઈ ખસિયા, ચંદુભાઈ કચ્છી, વનરાજભાઈ ખીંટ, અશોકભાઈ મહેતા સહિતના હાજર રહ્યા હતા.