વિદેશી દારૂ કયાંથી આવ્યો તેની જીણવટભરી તપાસ કરવાની લોકમાંગ ઉઠી]
રાજુલા નજીક પીપાવાવ પોર્ટમાં આવેલ કસ્ટમ્સ હાઉસમાં કસ્ટમ્સના ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા જયદેવભાઈ ચારણ (ઉ.વ.૩૫)ના પીપાવાવ પોર્ટ કોલોની સ્થિત આવેલા કવાર્ટસમાંથી ગઈકાલે સાંજે ૬ કલાકે પીપાવાવ મરીન પોલીસને મળેલી બાતમીના આધારે રેડ પાડવામાં આવેલ હતી. જેમાં તેના કવાર્ટસમાંથી ૧૮ બોટલ ઈંગ્લીશ દારૂ તથા ૧૧૬ ટીન બિયર ઝડપાયેલ છે. આ રીતે કસ્ટમ્સના જ ઈન્સ્પેકટર જયારે દારૂ અને બિયર સાથે ૫ લીટરના ૮ પેકેટ મળી રૂ.૪૬૦૩૫નો મુદામાલ મળી આવતા કબજે લીધો હતો. આ બનાવને કારણે સમગ્ર પીપાવાવ અને રાજુલા પંથકમાં ખળભળાટ મચી ગયેલ છે. જેમાં જેના શીરે વિદેશથી આવતા સરસામાન ચેક કરવાની જવાબદારી છે તેના ઘરેથી જ વિદેશી દારૂ અને બિયર મળતા પીપાવાવમાં સુરક્ષાની સામે સવાલો ઉભા થયા છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ જયદેવ ચારણ જે કસ્ટમ્સ ઈન્સ્પેકટર છે તે ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ વહેંચતો હોવાની બાતમીના આધારે મરીન પીએસઆઈ એસ.આર.શર્માએ સ્ટાફને સાથે રાખીને દરોડો પાડતા વિદેશી દારૂનો ઉપરોકત જથ્થો પકડાયેલ હતો અને આ અંગે કસ્ટમ્સ ઈન્સ્પેકટર જયદેવ ચારણની ધરપકડ ૧૧:૦૦ કલાકે કરવામાં આવેલ છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે ત્યારે આ વિદેશી દારૂ શું શીપમાંથી જ કાઢેલ છે ? તેવા વૈદ્યક સવાલો લોકોમાંથી ઉઠી રહ્યા છે ત્યારે જોવાનું એ છે કે, પીપાવાવ પોલીસ આ સંબંધે શું કાર્યવાહી કરે છે તથા આ વિદેશી દારૂ કયાંથી આવ્યો તેની પણ જીણવટભરી તપાસ કરવાની લોકમાંગ ઉઠેલ છે.