અમરેલી જિલ્લામાં ચોરી છુપીથી ચાલતાં વરલી મટકાના જુગાર રમડતાં ઇસમોને ઝડપી તેની વિરૂધ્ઘ કાર્યદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ અને તે રીતે તમામને કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અન્વયે એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ. આર. કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ રાજુલા તાલુકાના વાવેરા ગામેથી વરલીના જુગાર રમાંડતા ૧૧ ઇસમોને ઝડપી પાડેલ છે.
જેમાં શૈલેષભાઇ જયંતિલાલા દોષી ઉ.વ.૩૭ રહે.વાવેરા તા.રાજુલા, ભાભલુભાઇ દડુભાઇ ખુમાણ ઉ.વ.૫૦ રહે.દિપડીયા તા.રાજુલા, દિલીપભાઇ પોપટભાઇ પરમાર ઉ.વ.૩૨ રહે.હિંડોરાણા તા.રાજુલા, જિગનેશભાઇ રમેશભાઇ સોઢા ઉ.વ.૩૧ રહે.હિંડોરાણા તા.રાજુલા, રાજુભાઇ દેવસીભાઇ સરવૈયા ઉ.વ.૩૫ રહે.ઝાંઝરડા તા.રાજુલા, મનુભાઇ કાળુભાઇ ડાભી ઉ.વ.૫૦ રહે.જુની માંડરડી તા.રાજુલા, બટુકભાઇ ભગવાનભાઇ પરમાર ઉ.વ.૪૨ રહે.વણોટ તા.સાવરકુંડલા, ગોરધનભાઇ ભગવાનભાઇ પરમાર ઉ.વ.૫૦ રહે.વણોટ તા.સાવરકુંડલા, ધર્મેશભાઇ વેલજીભાઇ પરમાર ઉ.વ.૨૫ રહે.વણોટ તા.સાવરકુંડલા, માનસીંગભાઇ વસનાભાઇ ડામોર ઉ.વ.૪૫ રહે.હાલ વાવેરા, વેલજીભાઇ ભગવાનભાઇ પરમાર ઉ.વ.૬૦ રહે.વણોટ તા.સાવરકુંડલાની ધરપકડ કરાય છે. વરલી મટકાંના આંકડા લખેલ બુક નંગ-૦૫ બોલપેન-૨, કિં.રૂ.૦૦/૦૦ તથા રોકડા રૂ.૧૧૫૩૦/- તથા મોબાઇલ નંગ-૦૪ કિ.રૂા.૧૨૫૦૦/- મળી કુલ રૂ.૨૪૦૩૦/- નો મુદામાલ મળી આવેલ છે.