૧૧ નવદંપતિઓએ પ્રભુતામાં પગલા પાડયા: ૭૦ થી વધુ વસ્તુઓનો કરિયાવર અપાયો
પરશુરામ સેના જેતપુર દ્વારા સમુહલગ્ન તથા યજ્ઞોપવિત ઉત્સવનું તાજેતરમાં યોજાયો હતો. કુલ ૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડયા હતા સાથે ૩ બટુકો પણ યજ્ઞોપવિત (જનોઇ) સંસ્કાર ધારણ કરેલ. નવદંપતિઓને કુલ ૭૦ થી વધુ જાતની ઘર વપરાશની ચીજ વસ્તુઓ કરીયાવરમાં આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોટી હવેલી જેતપુર બીરાજમાન પ.પૂ. જે.જે. પ્રિયાંકરાયજી મહોદય, પોરબંદરના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડીયા તેમજ મુખ્ય મહેમાન તરીકે રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા કે જે વર્ષો થી આ સંસ્થાને મદદરુપ થયા છે. તેમજ રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, રાજકોટના ડી.વાય.એસ.પી. એસ.એસ. મહેતા જેતપુર જીમખાનાના પ્રમુખ વસંતભાઇ પટેલ, મારુતી કુરીયરવાળા રામભાઇ મોકરીયા, અમદાવાદ કેન્સર હોસ્પિટલના ડીરેકટર જીગ્નેશભાઇ મહેતા, કુસુમબેન સખરેલીયા, કલ્પનાબેન પટેલ, જેસુખભાઇ ગુજરાતી, હરેશભાઇ પાંભર, રાજકોટ શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોશી, રાજકોટ મહાનગરપાલિકાના ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, એન.આર.વ્યાસ, ખાસ ઉ૫સ્થિત રહેશે. તેમજ મુખ્ય અતિથિ વિશેષ તરીકે શાસ્ત્રીજી રમેશભાઇ ઠાકર (કાંદીવલી વાળા) મહંત વસંતબાપુ, વી.આઇ. પંડયા, આચાર્ય ડો. રવિદર્શન મહારાજ, છેલભાઇ જોશી, અનુભાઇ તેરૈયા, ચેતન મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મંડપારોપણ, ત્યારબાદ ગૃહશાંતિ, યજ્ઞોપવિત, જાન આગમન, વરઘોડો, હસ્ત મેળાપ, આશીર્વચન, ભોજન સમારંભ અને અંતમાં બપોર બાદ જાન વિદાય યોજાઇ હતી. આ સમુહલગ્નને અને યજ્ઞોપવિત કાર્યક્રમને સફળ બનાવવા માટે હિતેશભાઇ જોશી, અશોકભાઇ ઠાકર, શૈલેશભાઇ જોશી, પરેશભાઇ ત્રિવેદી, સુરેશભાઇ પંડયા, જીતેન્દ્રભાઇ પંડયા, ઘનશ્યામભાઇ જોશી, દીલીપભાઇ જોશી, સંજયભાઇ દવે, સુરેશભાઇ મહેતા, ચંદુભાઇ જોશી, રાજુભાઇ મહેતા, મનુભાઇ મહેતા, સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મસમાજના પ્રવકતા જયંત ઠાકર અને સમગ્ર મીડીયા ઇન્ચાર્જ હરેશભાઇ જોશીએ યાદીમાં જણાવ્યું છે.