કિસાન સન્માન નીધી યોજનાથી નાના ખેડુતોને ન્યાય મળશે: વિજય કુમાર
વચગાળાના બજેટ અંગે એનસીડીઇએકસ ના સીઇઓ વિજય કુમારે કહ્યું કે ભારતીય ખેડુતો માટે અને સંપૂર્ણ કૃષી ક્ષેત્રે ઐતિહાસિક દિવસ રહ્યો છે. નાણામંત્રી દ્વારા રજુ કરાયેલ બજેટ ૨૦૧૯-૨૦ ને એનસીડીઇએકસ આવકારે છે. અને વિશ્વાસ રાખે છે કે આ તમામ નિર્ણયો નાના તેમજ મઘ્યમ વર્ગીય ખેડુતોને મજબુત બનાવવાની સાથે દેશની એગ્રી ઇકો સિસ્ટમ માટે પણ ઉપયોગી બનશે. પ્રધાનમંત્રી કિશાન સન્માન નીધી યોજના અંતર્ગત ર હેકટરથી ઓછી ખેતીની જમીન ધરાવનાર ખેડુતોને વર્ષમાં ૩ કટકે કુલ રૂ ૬૦૦૦ ની સહાય ખેડુ દીઠ અપાશે. જે ખેડુતોના બેન્ક એકાઉન્ટમાં ડાયરેકટ જમા કરવામાં આવશે. જે ખરા અર્થમાં નાના ખેડુતોની આવક વધારવામાં મદદરુપ બનશે.
આ ઉપરાંત ખેડુતોના પાક નિષ્ફળ જાય તો ખેડુતોના રક્ષણ માટે તેમની ખાદ્ય ખોરાકની જરુરીયાત પૂર્ણ કરવામાં આવશે. જે ખેડુતોના દેવા માફી માટે પણ ઉપયોગી બનશે. જો દેશના ખેડુતો મજબુત બનશે તો રાષ્ટ્રના માર્કેટ પણ સક્ષમ બનશે.
ખેડુતોને ઇલેકટ્રોનીક માર્કેટમાં પણ તેમના પાકની સારી કિંમતો મળશે. ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ અંતર્ગત મત્સ્યપાલન અને એનીમલ હસબેન્ડરી સાથે જોડાયેલ લોકોને પણ આવરી લેવાયા છે. તેથી આ ક્ષેત્રના વેપારોને પણ બુસ્ટર ડોઝ મળશે. સરકારે આંતરીક અને બાહય બન્ને ટ્રેડને કોમર્સ અને ઉઘોગ મંત્રાલય અંતર્ગત લાવ્યા છે. સરકારે ઉઘોગ પોલીસી અને પ્રમોશન વિભાગના નામમાં પણ ફેરફાર કર્યા છે. અને જુના નામને બદલી તેને ડિપાર્ટમેન્ટ ફોર પ્રોમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઇઆઇટી) નામ અપાયું છે. જે દેશભરના વેપારીઓ અને ઇન્ટરનલ ટ્રેડને આવકારતુ પગલું છે. અને તે ઉલ્લેખનીય છે એનસીડીઇએકસ બજેટ ૨૦૧૯-૨૦ ને આવકારે છે. તેવુ એનસીડીસીઇએકસના આસીસ્ટન્ટ વાઇસ ચેરમેન કલ્પેશ શેઠની માહીતીના માઘ્યમથી જાણવા મળ્યું હતું.