રિયલ લાઈફ પિતા-પુત્રી અનિલ અને સોનમ કપૂરના દ્રશ્યો ભાવનાત્મક
મહિલા વર્ગને ફિલ્મ ગમશે
કલાકારો : સોનમ કપૂર, અનિલ કપૂર, જૂહી ચાવલા, રાજકુમાર રાવ, સીમા પાહવા
નિર્માતા : વિધુ વિનોદ ચોપરા
નિર્દેશક : શૈલી ચોપરા ધર
મ્યૂઝિક : રોચક કોહલી
સિનેમા : આઈનોક્સ
રેટિંગ : ૫ માં થી ૩ સ્ટાર
સ્ટોરી :ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગાની સ્ટોરી સંક્ષિપ્તમાં જોઈએ તો – ચૌધરી બલબીર સિંઘનો જાટ પરિવાર એક ખાતુંપિતું અને ઈજજતદાર ખાનદાન છે. તેઓ કપડા નો વેપાર કરે છે. ઘરમાં સૌની લાડકી અને પાપા ની પરી એવી સ્વીટી ચૌધરી હવે પરણાવવા ને લાયક થઈ ગઈ છે. પરંતુ તે લગ્ન કરવાની વાત ટાળે છે. સ્વીટીને મુસ્લિમ યુવક સાહિલ મિર્ઝા સાથે લવ છે તેવું માનવામાં આવે છે પરંતુ સ્વીટી કોઈ અન્ય ને ચાહતી હોય છે. ફિલ્મના અંતમાં જ્યારે ખબર પડે કે સ્વીટી કોને ચાહે છે ત્યારે દર્શકો ને આંચકો લાગે છે.
એક્ટિંગ:અનિલ કપૂર અને સોનમ કપૂર રિયલ લાઇફની જેમ રીલ લાઇફ એટલે કે ફિલ્મમાં પણ પિતા પુત્રી છે. તેમની વચ્ચેના ભાવનાત્મક દ્રશ્યો અસરદાર છે. ફિલ્મ ની સ્ટોરી માં નવીનતા છે. પરંતુ નિર્દેશન નબળું હોવાથી દર્શકોને વાત ગળે ઉતરતી નથી. આથી દર્શકો સ્ટોરી સાથે કનેક્ટ થઈ શકતા નથી.અનિલ કપૂર ની એક્ટિંગ ચર્ચા થી ઉપર છે. સૌથી સારું કામ અનિલ કપૂર નું છે. રાજકુમાર રાવ ની એક્ટિંગ નેચરલ છે. તેનું સેંટ્રલ કેરેક્ટર નથી. સોનમ કપૂર ની એક્ટિંગ માં નિખાર આવ્યો છે. ફિલ્મ નીરજા બાદ સોનમ કપૂરે વધુ એક વખત પ્રશંસનીય કામ કર્યું છે. જૂહી ચાવલાનું ફની કેરેક્ટર છે. જોકે તે વેડફાઈ ગઈ છે. આ સિવાય સીમા પાહવા અને અક્ષય ઓબેરોય જેવા કલાકારોનું કામ જસ્ટ ઓ. કે.
નિર્દેશન:શૈલી ચોપરા ધર નું નિર્દેશન નબળું હોવાથી ફિલ્મ ની સ્ટોરી માં નવીનતા હોવા છતાં લોકોને વાત ગળે ઉતરતી નથી. એવું લાગે છે કે પૂરતા હોમ વર્ક વિના ફિલ્મ ફ્લોર પર ગઈ હતી. ફિલ્મનું ટાઇટલ એક લડકી કો દેખા તો ઐસા લગા અને વિષય વચ્ચે કોઈ સંબંધ નથી.
મ્યૂઝિક:ફિલ્મમાં મ્યૂઝિક રોચક કોહલીનું છે. ગીત એક લડકી કો દેખા તો ઐસા લગા અને ગોરી નાલ ઇશ્ક મીઠા રીમિક્સ સોંગ છે. બેક ગ્રાઉન્ડમાં ટાઇટલ સોંગ વારંવાર સંભળાય છે. આ સિવાયના અન્ય ગીતો ઠીક છે. ફિલ્મ નું સંગીત અગર હિટ હોય તો તેનાથી ફિલ્મના બિજનેસ ને ફાયદો થાય. પરંતુ આ ફિલ્મ માટે આવું કહી શકાય તેમ નથી.
ઓવરઓલ:એક લડકી કો દેખા તો ઐસા લગા એક ઓર્ડીનરી ફિલ્મ છે. જોકે ફિલ્મમાં ક્યાંય ડબલ મિનિંગ ડાયલોગ નથી કે વલ્ગર દ્રશ્યો નથી તેથી ફિલ્મ પરિવાર સાથે જોઈ શકાય તેમ છે. ફિલ્મ સ્ત્રી વર્ગને ગમશે બાકી ના વર્ગ ને બોર કરશે. ફિલમ ને ઓપનીંગ નબળું મળ્યું છે.