ગ્રામ પંચાયતની ચુંટણીના વિવાદમાં માર માર્યાનો પિતા અને બે પુત્રોએ સહીત ચાર સામે નોંધાતો ગુનો
ઉપલેટા તાલુકાના લાઠ ગામે ચુંટણીના મનદુ:ખના કારણે યુવાન પર ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યાનલ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ કુતીયાણા તાલુકાના ચોલીયાળા ગામનો વતની અને હાલ લાઠ ગામે ખેતી કામ કરતા વનરાજ રાણાભાઇ ઓડેદરા નામના યુવાને લાઠ ગામના યુવરાજસિંહ કિરીટસિંહ ચુડાસમા, દેેવુભા, સુરાજી ચુડાસમા, કીરીટસિંહ દેવુભા ચુડાસમા, અને અરવિંદસિંહ દેવુભા ચુડાસમા સહીત ચાર શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમીક તપાસમાં લાઠ ગામે લાંબા સમયથી ગ્રામ પંચાયતના ચુંટણીનું મનદુ:ખ ચાલતું હોય જેના ખાર રાખી પિતા અને બે પુત્રો સહીત ચાર શખ્સો એ સામેના જુથની વાડીનું કામ કરતો યુવાનની ધોલાઇ કર્યાનું બહાર આવતા પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ એએસઆઇ મીનાબા રાઠોડ સહીતના સ્ટાય ચલાવી રહ્યા છે.