ખંડણી માટે પ્રથમ ફાયરિંગ કરાવ્યા બાદ રવિ પૂજારી ફોન કરી ‘અગલી ગોળી તેરે સીનેમે લગેગી’ કહી ડરાવતો: આણંદના બે બિલ્ડર પાસેથી રૂ.૩૦ કરોડની ખંડણી પડાવી’તી: એક જ દિવસમાં ચાર રાજકીય અગ્રણીઓને ધમકાવતા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો’તો
અન્ડર વર્લ્ડના દાઉદ અને છોટા રાજન માટે ખંડણી વસુલી કરતા રવિ પૂજારીએ પોતાની ગેંગ બનાવી વિદેશમાં રહી ગુજરાતમાંથી ખંડણી વસુલ કરવા ધારાસભ્ય, ઉદ્યોગપતિ અને બિલ્ડરોને ધમકાવવા શરૂ કરતા ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે.
દક્ષિણ આફ્રિકાના સેનેગલ વિસ્તારમાંથી ગુજરાત એટીએસના ઉચ્ચ અધિકારીની માહિતીના આધારે તા.૨૨ જાન્યુઆરીએ ગેંગસ્ટર રવિ પૂજારીને ઝડપી લેવામાં સફળતા મળી છે. છોટા રાજન ઝડપાયા બાદ પોતાની ગેંગ બનાવી ફિલ્મ સિતારાઓ અને નિર્માતા પાસેથી કરોડોની ખંડણી વસુલ કરવા પ્રથમ તેના મકાન પર ફાયરિંગ કરાવ્યા બાદ રવિ પૂજારી ફોન કરી ‘અલગી ગોલી તેરે સીનેમે લગેગી’ કહી ધમકાવી કરોડોની ખંડણી વસુલ કરતો હોવાના અનેક ગુના પોલીસ ચોપડે નોંધાયા છે.
રવિ પૂજારીએ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, પૂંજાભાઇ વંશ, વિમલ શાહ અને જીતુ પટેલને એક જ દિવસમાં ફોન કરી કરોડો રૂપિયાની ખંડણી માટે ધમકાવ્યા હતા. આ ઉપરાંત આણંદ ખાતેની અમુલ ડેરીના એમ.ડી. આર.એસ.સોઢીને ફોન કરી રૂ.૨૫ કરોડની ખંડણી માટે ધમકી દીધી હતી. આણંદના બિલ્ડર કમલેશ પટેલને ફોન કરી રૂ.૫ કરોડની ખંડણી અને પટેલ ઇન્ફ્રાસ્ટ્રકચર લિમીટેડ ક્ધસ્ટ્રકશનના એમ.ડી. અરવિંદભાઇ પટેલને રૂ.૨૫ કરોડની ખંડણી માટે ધમકી દીધીનું પોલીસમાં નોંધાયું છે. રવિ પૂજારી સામે ગુજરાતમાં ૧૬થી વધુ ગુના નોંધાયાનું અને તમામ ગુનાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. રવિ પૂજારીને ગુજરાતમાં લવાયા બાદ તેને કોની કોની પાસેથી કેટલી ખંડણી વસુલ કરી તે અંગેની વિગતો બહાર આવે તેમ હોવાની સારી વિગતો બહાર આવે તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.
રવિ પૂજારીએ મુંબઇમાં ફિલ્મ નિર્દેશક મહેશ ભટ્ટ અને ફરાહ ખાનની હત્યાનું કાવત‚ ઘડયાની તેમજ શાહરૂખાનની ઓફિસે માણસો મોકલીને રેકી કરાવ્યાનું પોલીસમાં નોંધાયું છે. બે વર્ષ પહેલાં જુહુમાં ફિલ્મ નિર્માતા કરીમ મોરાનીના મકાન પર ફાયરિંગ કરાવવાના ગુનામાં પણ રવિ પૂજારીની સંડોવણી હોવાનું પોલીસમાં નોંધાયું છે.
મુળ બેગ્લોરના વતની અને મુંબઇ અંધેરી ખાતે આવી બાબા ઝાલ્ટેની હત્યા કરી અંધારી આલમમાં પ્રવેશ કરી છોટા રાજનને પ્રભાવિત કરી રવિ પૂજારીએ મુંબઇ અને ગુજરાતના રાજકીય આગેવાન, ઉદ્યોગપતિ, બિલ્ડર અને વેપારીઓ પાસેથી કરોડોની ખંડણી પડાવવા ધમકાવ્યાનું પોલીસમાં નોંધાયું છે.