આર કોમ સ્વીડીસ કંપની સાથેના વિવાદમાં અદાલતના શરણે
અનિલ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકશને રૂ.૧૬ હજાર કરોડના કરજાની ભરપાઈ માટે વહેંચવા કાઢેલી આરકોમ અત્યારના અનેક વિવાદોમાં આવી પડી છે ત્યારે વિલંબના કારણે ઉભી થયેલી નાણાકીય ખેંચ વચ્ચે સ્વીડનની કંપની એરિકશને સુપ્રીમ કોર્ટમાં અનિલ અંબાણી સામે ૫૫૦ કરોડ રૂપિયાની ચુકવણીના વિલંબ બદલે ધરપકડની માંગણી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરતા અનિલ અંબાણી હાલ અદાલતના શરણે ગયા છે.
સ્વીડીસની કંપની એરીકશનને કોર્ટમાં અનિલ અંબાણી સામે રૂ.૫૫૦ કરોડની સમયસર ચુકવણી ન થતા અનિલ અંબાણીની ધરપકડની માંગણી કરી છે. આરકોમને સ્વીડીસ કંપની ૫૫૦ કરોડ રૂપિયા ચુકવવાના હતા તેની સામે આરકોમને વહેંચવા કાઢેલી સ્પ્રેકટ્રમના ૪૬ હજાર કરોડ રૂપિયાના સોદામાં વિલંબ થતા અનિલ અંબાણી મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે રિલાયન્સ કોમ્યુનિકેશને રિલાયન્સ જીઓ સાથે ૪૬ હજાર કરોડ રૂપિયાના સ્પેકટ અધિકારો અંગે સોદો કર્યો હતો પરંતુ આ બીલ શકય ન બનતા આરકોમ માટે નાણાકીય ભંડોળ ઉભું કરવું ખુબ જ મુશ્કેલ બન્યું હતું.
અને આરકોમ ભંડોળ ઉભું કરવામાં અસક્ષમ સાબિત થયું હતું ત્યારે આરકોમના માલિક અનિલ અંબાણીએ પોતાનો બચાવ કરવાનું નકકી કર્યું હતું ત્યારે સ્વીડીસ નેટવર્ક જાયન્ટ એરીકશન કંપનીએ સુપ્રીમ કોર્ટમાં અનિલ અંબાણી સામે ૫૫૦ કરોડ રૂપિયાની ચુકવણી માટે વિલંબ થયો હતો ત્યારે નાણાની વસુલાત માટે આરકોમ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.
આરકોમ અને જીઓ વચ્ચે સ્પેકટ્રમની ખરીદી અંગે ચાલતી વાતચીત પડી ભાંગ્યા બાદ અનિલ અંબાણી સામે નાણા ચુકવણીનો ખુબ જ મોટો પ્રશ્ન ઉભો થયો હતો ત્યારે અનિલ અંબાણી ધરપકડથી બચવા માટે મુંબઈની નેશનલ કંપની લો-ટ્રીબ્યુનલની સમક્ષ ૨૭૦ દિવસની મુદતની માંગણી કરી છે. કંપનીએ ૨૦૧૭માં ૧૮ મહિનાની મુદત દરમિયાન થનારા વ્યવહારોમાં વિલંબના કારણે કાયદાકીય પ્રક્રિયાનો સહારો લીધો હતો.
ત્યારે આરકોમના પ્રવકતા દ્વારા મળતી વિગત મુજબ કંપની પુરા પ્રયત્નો કરી રહી છે ત્યારે ટુંકા સમયમાં નાણાકીય વ્યવસ્થા કરવી ખુબ જ મુશ્કેલ સાબિત થશે ત્યારે ૧૨ મહિનામાં ૪૫ જેટલી મીટીંગો કરવા છતાં પણ કોઈ નકકર પરીણામ આવ્યું ન હતું ત્યારે અનિલ અંબાણીએ એરીકશન સામેના કાનુની પડકાર અને રૂપિયાની ભરપાઈ માટે વચગાળાની રાહતની અદાલત સમક્ષ માંગ કરવામાં આવી ત્યારે જીઓ સાથેની ડિલ નિષ્ફળ નિવડતા અનિલ અંબાણી ખુદ મુશ્કેલીમાં મુકાઈ ગયા હોય તેવું પ્રવર્તીત થઈ રહ્યું છે.