બોલીવુડમાં જગુ દાદા તરીકે જાણીતા આ હીરો ને કામ ની કમી નથી
આજે ૧લી ફેબ્રુઆરી ૧૯૫૭ ના રોજ જેકી શ્રોફ નો જન્મદિવસ છે. જય કિશન ઉર્ફે જેકી નો જન્મ મુંબઈ માં થયો હતો. તે બરોડા બોય પણ કહેવાય છે. એ નાતે જેકી આપણો ગુજ્જુભાઈ કહેવાય.જેકી શ્રોફ એક મેગેઝિનમાં મોડેલ તરીકે ચમકયો હતો. ત્યારબાદ નિર્માતા અને નિર્દેશક સુભાષ ઘાઈની ફિલ્મ હીરો માં બ્રેક મળ્યો હતો. તેની સાથે મીનાક્ષી શેસાદ્રી હિરોઇન હતી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જગુ દાદા તરીકે જાણીતા જેકી શ્રોફ ની પ્રથમ ફિલ્મ સુપર હિટ રહી હતી.તેના ગીતો આજે પણ પોપ્યુલર છે. હીરો ફિલ્મ ની સફળતા વટાવી ને ત્યારબાદ તેણે પાછું વળી ને જોયું નથી. ફિલ્મ કર્મા, રામ લખન, પરિન્દા, ગર્દિશ અને દેવદાસ માં યાદગાર કામ કરીને જેકી શ્રોફ અલગ સ્થાન બનાવી ચૂક્યો છે. જેકી ની હરીફાઈ અનિલ કપૂરની સાથે હતી. જોકે બન્ને સારા મિત્રો છે.
અત્યારે જેકી નો પુત્ર ટાઇગર શ્રોફ બોલીવુડ માં ધૂમ મચાવી રહ્યો છે. તેની પુત્રી કૃષ્ણા શ્રોફ પણ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. અત્યારે જેકી શ્રોફ પાસે કામ ની કમી નથી. કેમકે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બધા સાથે સંબંધ બનાવી ને ચાલે છે. તેનો સ્પેશિયલ શબ્દ ભીડું અટલે કે ભેરુ છે. તેની આગામી ફિલ્મમાં મોટેભાગે કેરેક્ટર રોલ છે. વચ્ચે એવી ચર્ચા ચાલી હતી કે જેકી શ્રોફ રાજકારણ માં આવી જશે. પરંતુ જેકી આ બધી વાતો નકારી કાઢે છે. તે પોતાના પરિવાર સાથે ખુશ છે અને તમામ વિવાદો થી દૂર રહીને માત્ર કામ કરવામાં માને છે.
જેકી શ્રોફ એક એવો કલાકાર છે જે કોઈ પણ કામ હાથમાંથી જવા દેતો નથી. આ સિવાય તે કદી કોઈ વિવાદ માં ફસાયો નથી. તેનું નામ કોઈ હિરોઇન સાથે જોડાયું નથી. કદી કોઈ ફિલ્મ લટકાવી નથી. એટલે જ જેકી આજે ૬૨ વર્ષ ની વયે પણ બેકાર બેઠો નથી.