ત્રણ એકમોમાં સર્વેની કામગીરી; મોટા પ્રમાણમાં બેનામી દસ્તાવેજો કબ્જે
માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે આયકર વિભાગે ટાર્ગેટ પુરો કરવા સર્ચ સર્વેની કામગીરીમાં ધમધમાટ મચાવ્યો છે. ગઈકાલે રાજકોટ આવકવેરા વિભાગે મારૂતી કુરીયર અને આશુતોષ એન્ટરપ્રાઈઝમાં સર્વે શરૂ કર્યો હતો. મોડીરાત્રી સુધી એડવાન્સ ટેક્ષ માટે સર્વેની કામગીરી હાથ ધરી હતી અને દસ્તાવેજો કબ્જે કર્યા છે.
એડવાન્સ ટેક્ષ માટે હાથ ધરાયેલા સર્વે દરમ્યાન આશુતોષ પેઢીના માલિકોએ રૂ.૨૫ લાખનો એડવાન્સ ટેક્ષ ચુકવ્યો છે. આશુતોષ એન્ટરપ્રાઈઝ, મારૂતી કુરીયર સહિત ત્રણ પેઢીમાં સર્વે કરાયો હતો. આશુતોષ એન્ટરપ્રાઈઝની સાથો સાથ મારૂતી કુરીયર પણ લાખો રૂપિયાનો જે એડવાન્સ ટેક્ષ ચુકવશે તેના આંકડાઓ હવે બહાર આવશે.
આવકવેરા અધિકારીના જણાવ્યા મુજબ હર વર્ષ ટેક્ષ વસુલીની રકમમાં અને ટાર્ગેટમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થતો રહે છે. આ વર્ષે પણ હજુ કરોડોની ટેક્ષ વસુલવાનો બાકી છે. ત્યારે વર્ષાંતે ઈન્કમટેકસ વસુલીનો ટાર્ગેટ પુરી કરવા આયકર વિભાગની ટીમો કમરકસી રહી છે.