ઉરાખંડના શિવપુર ખાતેથી ક્રાંઇમ બ્રાન્ચના સ્ટાફે ટુરિસ્ટ કેમ્પમાંથી ઝડપી લીધો: નેપાળમાં વેચી નાખેલો હાર્ડવેરનો રૂ ૪ લાખનો મુદામાલ કબ્જે
શહેરના જુદા જુદા વિસ્તારમાંથી હાર્ડવેરના આઠ જેટલા વેપારીઓને વિશ્વાસમાં લઇ લાખોની કિંમતનો હાર્ડવેરનો માલ સામાન ખરીદ કરી અડધા કરોડની છેતરપીંડી કરવાના ગુનામાં સંડોવાયેલા પટેલ શખ્સને ક્રાંઇમ બ્રાન્ચના સ્ટાફે ઉત્તરાખંડના ઋષિકેશ પાસેના શિવપુર પહાડી વિસ્તારમાંથી ઝડપી લીધો છે.
મુળ ગોંડલ તાલુકાના ઘોઘાવદરના વતની અને છેલ્લા કેટલાક સમયથી પશ્ર્ચિમ બંગાળના શિલ્લીગુડ્ડી ખાતે સ્થાઇ થયેલા બહુનામધારી રોહિત ઉર્ફે રિતુલ ઉર્ફે વિનતિ ઉર્ફૈ રાકેશ ઉર્ફે આમમ રમેશ ધડુક નામના શખ્સ સામે શહેરના મવડી વિસ્તારમાં રહેતા અને કોઠારીયા રોડ પર અર્જુન હાર્ડવેર નામની દુકાન ધરાવતા હર્ષિદકુમાર મારકણાએ રૂ ૨૪.૨૪ લાખની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.
રોહિત ધડુક હાર્ડવેરના વેપારીઓ પાસેથી માલ સામાન ખરીદ કરી નેપાળ ખાતે સસ્તા ભાવે વહેચી નાખતો હોવાનું અને તેને વેપારીઓને પોતાના ખોટા નામ સરનામા બતાવી વિશ્ર્વાસમાં લઇ છેતરપીંડી કરતો હોવાની કબુલાત આપી છે.
એકાદ વર્ષ પહેલા કેસરનંદન હાર્ડવેર રૂ ૫.૫૦ લાખ, અમિત ભાલોડીયા પાસેથી રૂ ૧૦ લાખ પ્રવીણ ઇન્ડસ્ટ્રીઝ વાળા વિપુલ ભેસદડીયા અને કિશોર ગોરધન સવસાણી સાથે રૂ ૩.૫૦ લાખ, ગણેશ ઇન્ડસ્ટ્રીઝ વાળા ભાવિન મગન લાડાણી રૂ ૧.૧૦ લાખ દિપક કોટડીયા સાથે રૂ ૧.૭૦ લાખ કૌશિક ખૂંટ સાથે રૂ ૧ લાખ શાપર વેરાવળ ની જય ઇન્ટીરીયલ સાથે રૂ ૬.૫૦ લાખ અને જામનગરના સુભાષ પરમાર સાથે રૂ ૮ લાખની છેતરપીડી કર્યાની કબુલાત આપી છે.રોહિત ધડુક ઉત્તરાખંડના વિશપુર પહાડી વિસ્તારમાં હોવાની બાતમીના આધારે ક્રાંઇમ બ્રાન્ચના પીઆઇ એચ.એમ.ગઢવી, પીસીઆઇ ડી.પી. ઉનડકટ, આર.સી. કાનમિયા, એએસઆઇ જયસુખભાઇ હુંબલ, કોન્સ. મયુર પટેલ અને સંતોષભાઇ મોદી સહીતના સ્ટાફે ધરપકડ કરી રૂ ૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.