રાજકોટની જાણીતી સંસ્થા વિરાણી બહેરા મુંગા શાળામાં અભ્યાસ કરતાં ર૬૦ દિવ્યાંગ (મૂક બધિર) બાળકો પૈકી ૧૦૦ મોટા બાળકોને રાજકોટથી જેસલમેર, રામદેવરા, પોખરણગઢ, અમૃતસર, વાઘા બોર્ડર, જમ્મુ, કટરા, વૈશ્ર્ણોદેવી, કુરુક્ષેત્રે : દિલ્હી દર્શન, માન. વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત જયપુર, નાથદ્વારા, ઉદયપુર તેમજ અન્ય જોવાલાયક સ્થળોના એક શૈક્ષણિક પ્રવાસ સ્લીપર બસ–ર દ્વારા યોજવામાં આવેલ છે. આ દિવ્યાંગ બાળકોને કુદરતી સૌદર્ય તથા બહારના પ્રાકૃતિક વાતાવરણ નો લ્હાવો માણે તથા બાળકોને બહારની દુનિયા જોવા મળે અને તેમના જ્ઞાનમાં વધારો થાય એ હેતુથી આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. સંસ્થાના પ્રમુખ રજનીભાઇ જી.બાવીસી તથા માનદમંત્રી હસુભાઇ જોશી તથા સર્વે ટ્રસ્ટીગણ તથા વ્યવસ્થાપક મંડળના સભ્યઓએ પ્રવાસ માટે જનાર બાળકોને શુભેચ્છા પાઠવી .
Trending
- ‘સરહદો બંધ કરી ગુનેગારોને દેશનિકાલ કરાશે’: ટ્રમ્પની પહેલા દિવસ માટે પોતાની યોજનાઓ
- અમદાવાદ :પતંગ મહોત્સવ થશે શરૂ , ભારત અને વિદેશના 612 પતંગબાજો ભાગ લેશે
- ગેલેક્સી ટોકીઝ પાસે ગેરકાયદે ખડકાયેલી 12 દુકાન પર બુલડોઝર ફરી વળ્યું
- વડોદરામાં આવેલી વિશ્વામિત્રી નદી 300 થી વધુ મગરોનું ઘર,શા માટે વહીવટીતંત્ર થોડા સમય માટે સ્થળાંતર કરવાનું વિચારી રહ્યું છે
- ઇન્ડિયા…ઇન્ડિયા…: કાલે રાજકોટમાં ભારત-આયર્લેન્ડ મહિલા ટીમ વચ્ચ. વન-ડે
- જિલ્લા – મહાનગરોના પ્રમુખનું કોકડું ગુંચવાયું: હવે અમિત શાહ નિર્ણય લેશે?
- અકસ્માતમાં 14મી માર્ચથી ‘ગોલ્ડન અવર્સ’માં ભોગ બનનારને ‘કેશલેસ’ સારવાર આપવા સુપ્રીમનું ફરમાન
- ટ્રમ્પ ખરીદવા માંગે છે આ ટાપુ દેશ, કિંમત જાણીને તમે ચોંકી જશો