આઇ.એન.જી. બેંકના સીનીયર મહિલા ઓફીસરે બોગસ ખાતા ખોલી ખાતેદારની રકમ ઓળખી ગઇ કૌભાંડ આચર્યુ હતું
શહેરના યાજ્ઞીક રોડ પર આવેલી આઇ.એન.જી. વૈશ્ય બેંકને રૂ ૩.૫૮ કરોડનું કૌભાંડ આચરવાના ગુનામાં જેલ હવાલે રહેલા બેંકના મહિલા સીનીયર ઓફીસરની ચાર્જશીટ બાદની જામીન અરજી અદાલતેે નામંજુર કરતો હુકમ કર્યો છે.
વધુમાં શહેરના યાજ્ઞીક રોડ પર આવેલી આઇ.એન.જી. વૈશ્ય બેંકના મેનેજર અજીતભાઇ ગોસ્વામીએ બેંકના સીનીયર ઓફીસર શીતલબેન રસીકભાઇ વખારીયાએ ૬૦ થી વધુ અન્ય લોકોના આઇ.ડી. પ્રુફ મેળવી ખાતા ખોલી અન્ય ખાતેદારોના નાણા બોગસ ખોલેલા ખાતામાં રૂ ૩.૫૮ કરોડ નાણા જતા કરાવી ઉપાડી લઇ કૌભાંડ આચાર્યાની એ ડીવીઝન પોલીસ મથકમાં તા. ર૮-૯-૧૮ના રોજ ધરપકડ કરી હતી.
લાંબા સમયથી નાસતા ફરતી શીતલબેન વખારીયાની મુંબઇથી તા. ૧૯-૧૨-૧૮ ના રોજ ધરપકડ કરી હતી. હાલ જેલ હવાલે રહેલી શીતલબેન નામની મહીલાએ ચાર્જશીટ બાદ રેગ્યુલર જામીન અરજીમાં બન્ને પક્ષોની રજુઆતના અંતે સરકાર પક્ષ દલીલ અને દસ્તાવેજી પુરાવાનેઅંતે જજ ટી.એલ. બ્રહ્મભટ્ટે જામીન અરજી રદ કરતો હુકમ કર્યો છે. સરકાર પક્ષે એ.પી.પી. તરીકે પ્રશાંત પટેલ ઉ૫સ્થિત રહ્યા હતા.