દેશમાંથી લાખો જીવતા પશુઓની નિકાસ કાયદાઓને નેવે મૂકી નિરંતર ચાલુ રાખવામાં આવેલ છે. જો આ જ રીતે દેશના હિત અને અર્થતંત્રના ભયંકર નુકશાનની અવગણના કરી નિકાસ ચાલુ રાખવામાં આવશે ત આ અહિંસા- સંસ્કૃતિ અને કૃષિપ્રધાન દેશ એક દિવસ પશુ વગરનો બની જશે અને આ માલધારી પશુપાલકો બેકાર બની આપઘાત કરશે. આ અંગે તમામ કાયદા અને વિગતો સાથે દરેક લાગતાં વળગતાઓને જીવદયા દ્વારા રજુઆત કરવામાં આવી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં ફકત ગુજરાતના તૃણા બંદરેથી ર૧ લાખ જીવતા પશુઓની કૂરતાપૂર્વક નિકાસ કરવામાં આવેલ છે. અન્ય જગ્યાએથી પણ લાખો પશુઓ પણ આ રીતે જઇ રહ્યા છે.આ બધી વિગતો કેન્દ્રીય વાણીજય મંત્રી સુરેશ પ્રભુજીએ રુબરુ તેમજ લેખીત રજુઆત કરવામાં આવી હતી.
આ રજુઆતના પ્રતિનિધિ મંડળમાં દેશના સહકારી અગ્રણી જયોતિન્દ્રભાઇ મહેતા, દેશ અને ગુજરાત સરકાર એનીમલ વેલ્ફેર બોર્ડના રાજેન્દ્રભાઇ શાહ, મિત્તલભાઇ ખેતાણી, બી.જે.પી. અગ્રણી મનીષભાઇ ભટ્ટ, જીવદયા ઘરના યુવા ટ્રસ્ટ યશભાઇ શાહ, ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સના ધનસુખભાઇ વોરા તેમજ સલીમભાઇ તેજાણી, પરાગભાઇ તેજુરા ઉદીતભાઇ શેઠ વિગેરે જોડાયેલ હતા.