સુપ્રસિઘ્ધ લોકસાહિત્યકાર ભાવેશ આડેસરા, લોકગાયિકા અંકિતા સોની શ્રોતાઓને તરબોળ કરશે: અગ્રણીઓ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
સોની યુવા સોશિયલ ટ્રસ્ટ દ્વારા શનિવારે ગૌમાતાના લાભાર્થે અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે ભવ્ય લોકસાહિત્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. જન્મ એ જીવદયાનું જીવમાત્રમાં શિવ દ્રષ્ટિની સર્જનહાર એ આપણને માનવ તરીકે આપેલ શકિત, સંપતિને ગૌમાતાની સેવા કરવાના ભગીરથ કાર્યમાં સમર્પણ કરી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવા સાથે આવો આપ સહુને તન, મન, ધનની ત્રિજયાનો સફળ પાયો ગૌ માતાના ચરણે ધરવાની ફરજના ભાગ‚પે ભવ્ય લોક સાહિત્યને પ્રોગ્રામ માણવા પધારવા ટ્રસ્ટ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.
આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે જશુભાઈ સોની, વિનુભાઈ પારેખ, ભાયાભાઈ સાહોલીયા, પ્રભુદાસભાઈ પારેખ, કનુભાઈ પાટડીયા, અશોકભાઈ ઝીંઝુવાડીયા, ડો.હેમાંગભાઈ વસાવડા, નવનીતભાઈ પાટડીયા, રાજુભાઈ એ.રાણપરા, નલીનભાઈ પાટડીયા, હસુભાઈ મોડેસરા, શોભનભાઈ પારેખ, હિતેષભાઈ બી.ચોકસી, મયુરભાઈ આડેસરા, હિતેષભાઈ રાણપરા, ધર્મેશભાઈ બી.પારેખ વગેરે ઉપસ્થિત રહેશે. પ્રોગ્રામના કલાકારો ભાવેશ આડેસરા (લોકસાહિત્યકાર), અંકિતા સોની (લોક ગાયીકા), એન્કર હિતેષભાઈ મોડેસરા શ્રોતાઓને જલ્સો કરાવશે.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોની યુવા સોશ્યલ ટ્રસ્ટ-રાજકોટ પ્રમુખ જીજ્ઞેશભાઈ વાગડીયા, રાજેશભાઈ પાટડીયા, વિનુભાઈ વઢવાણા, હરેશભાઈ ભુવા, શૈલેષભાઈ પાટડીયા, પરેશભાઈ પાટડીયા, કલ્પેશભાઈ પારેખ વગેરેએ નઅબતકથની શુભેચ્છા મુલાકાત લીધી હતી.