બિઝકરીઝમા, પોસ્ટર પ્રેઝન્ટેશન, સ્પીચ માસ્ટર, સલાડ બેટલ, કોડ સ્પાઇડર જેવી ઇવેન્ટ્સમાં વિદ્યાર્થીઓનું સેલ્ફ ગ્રુમીંગ
આર.કે. યુનિવર્સિટી ખાતે બે દિવસીય બિઝવીસ્ટ-૨૦૧૯ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારની ૧૪ ઇવેન્ટસ જેમ કે બિઝનેસ આઇડીયા, કોડ, સ્પાઇલડર, ઓફ ગુગલીંગ, સ્લાડ મેકીંગ સ્પીચ માસ્ટર વગેરે યોજાઇ હતી.
આ ઇવેન્ટમાં રાજકોટ સહીતની સૌરાષ્ટ્રની વિવિધ કોલેજના વિઘાર્થીઓ જોડાયા હતા. આ ઇવેન્ટમાં કણસાગરા, મારવાડી, આત્મીય બધી જ કોલેજએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટનો મુખ્ય હેતુ આઇ.ટી. ફિલ્મમાં ગુગલનો ઉપયોગ કંઇ રીતે કરવો કે ગુગલ સર્ચ એન્જીનનો ઉપયોગ કર્યા વગર કઇ રીતે ટોપીક સર્ચ કરી શકો છો તો અહીં ટોપીક આપવામાં આવશે જેને ગુગલ સર્ચ એન્જીનનો ઉપયોગ કર્યા વગર સર્ચ કરવાનું રહેશે.
જેમાં તેમને રેડી કોડ આપવામાં આવે અને મિસીંગ કોડ અથવા અમુક કોડ બદલવાના હોય છે. આવી ઇવેન્ટ કરવાથી વિઘાર્થીઓને ભવિષ્યમાં જે તે કં૫નીમાં કામ કરવાનું હોય તેના વિશે માહીતી મળી રહે. અમને ગર્વ થાય છે કે અમારી યુનિવર્સિટીમાં આવી સારી ઇવેન્ટ કરવામાં આવે છે.
પુસ્તકીય જ નહીં, પ્રેકટીકલ નોલેજ માટે આયોજન મહત્વનું: જસ્મીન જસાણી
અબતક સાથેની વાતચીત દરમિયાન આર.કે. યુનિવર્સિટીના પ્રોફેસર જસ્મીન જસાણીએ જણાવ્યું હતું કે અમારી યુનિવર્સિટી દ્વારા બિઝવીસ્ટ-૨૦૧૯ નું ભવ્ય આયોજન થયું છે. જેમાં સિટી કેમ્પસ ખાતે અનેક ઇવેન્ટસ કરવામાં આવી હતી. કોડ સ્પાઇડર ઇવેન્ટમાં ૯૦ વિઘાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ ઇવેન્ટમાં વિઘાર્થીઓ કંપનીમાં જઇને જે રીતે કામ કરે છે. તેમાં જે રીતે પ્રેકટીકલ સ્કીલ આધારીત ઇવેન્ટ રાખવામાં આવી હતી.
ગાજરથી ગાર્ડન થીમ સલાડ બનાવ્યું: ઘોઘસીયા મેધાવી
ઘોઘસીયા મેધાવી હું બી.જે. કોલેજમાંથી આવું છું હું આયુર્વેદમાં અભ્યાસ કરું છું. આ ઇવેન્ટમાં મે સલાડ કોમ્પીટીશનમાં ભાગ લીધો છે મે કાકડી, મુળા, ગાજરથી ગાર્ડન થીમ બનાવી છે. આ સલાડ બનાવતા ૪૦ મીનીટ લાગી અને અમને આર. કે. યુનિવર્સિટીની ઇવેન્ટમાં ભાગ લઇને ખુબ જ આનંદ થયો.
કોમર્શીયલ ઇવેન્ટ્સભાવી ઘડતર માટે ઉપયોગી: મીત પીપળીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન આર.કે. યુનિવર્સિટીના વિઘાર્થી મીત પીપળીયાએ જણાવ્યું હતું કે મે બિઝનેસ આઇડીયા ઇવેન્ટમાં પાર્ટ લીધો હતો. અને તેને લઇને ઘણી બધી તૈયારીઓ કરી હતી. અને મને ખુબ જ આનંદ થાય છે. કે અમારી યુનિવર્સિટીમાં આવી બિઝનેસ રિલેટેડ ઇવેન્ટસ થાય છે. જેથી અમને તે ભવિષ્યમાં કામ આવી શકે.
પોસ્ટર પ્રેઝન્ટેશન ઇવેન્ટના ઉત્સાહપૂર્વક કામગીરી કરી: જાનવી કારીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન જાવી કારીયા એ જણાવ્યું હતું કે અમે આર.કે. યુનિવર્સિટીના વિઘાર્થી છીએ. અને અમારા સીટી કેમ્પસ ખાતે ઘણી બધી ઇવેન્ટસ થઇ રહી છે. જેમાં અમે પોસ્ટર પ્રેઝન્ટેશન ઇવેન્ટસમાં કોરડીનેટ કરીએ છીએ. જેમાં વિઘાર્થીઓને પ અલગ અલગ થીમ આપવામાં આવી હતી. જેમાં વિવિધ કોલેજના ૩૦ જેટલા વિઘાર્થીઓને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો છે.
કોપ્યુટર આધારીત ઓફ ગુગલીંગ ઇવેન્ટમાં મજા પડી: વૈભવી સાવલીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન વૈભવી સાવલીયા એ જણાવ્યું હતુ કે અમારી આર.કે. યુનિવર્સિટીના સીટી કેમ્પસ ખાતે અનેક વિધ ઇવેન્ટસ થઇ રહી છે. અને વિવિધ કોલેજના વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. અમારી એક ઇવેન્ટ ઓફ ગુગલીગ હતી. જેમાં ર૦ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ સંપૂર્ણ પણે કોમ્પ્યુટર બેઇઝડ ઇવેન્ટ હતી. જેમાં પહેલા રાઉન્ડમાં એમસીકયુ હતા. ત્યારબાદ સેકન્ડ રાઉડ હતો.