સાઈકલોથોન દ્વારા ઓછી ખાંડ, ઓછા તેલ અને ઓછા મીઠાનો ઉપયોગ પર જાગૃતિ કાર્યક્રમ યોજી લોકોને સ્વસ્થ્ય રહેવા જણાવાયું
સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી સ્વસ્થ્ય વિભાગે આજે એક નવી ઉપલબ્ધી હાંસલ કરી છે. અને પ્રદેશનું નામ રાષ્ટ્રીય સ્તર પર રોશન કર્યું છે. આજે દિલ્હીમાં થયેલા એક કાર્યક્રમમાં સ્વાસ્થ્ય રાજયમંત્રી અશ્વીની કુમાર ચૌબે સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સુદન તેમજ એફએસએસએઆઈના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દાદરાનગર હવેલીના સ્વસ્થ્ય ભારત યાત્રામાં બેસ્ટ પર્ફોમીંગ સ્ટેય, યૂટીને રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનીત કરાયો આ કાર્યક્રમ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ભારતમાં ૧૬ ઓકટોબર ૨૦૧૮થી ૨૭ જાન્યુ. ૨૦૧૯ સુધી આયોજીત કરાયો. જેમાં એપાન ઈન્ડિયા સાઈકલોથોન કાર્યક્રમ દ્વારા સ્વાસ્થ્ય મંત્રાલયના સ્વસ્થ્ય રહેવાના સંદેશને લઈ સાયકલ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવામાં આવી અને આ સાયકલોથોનમાં દેશભરનાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો.
આં અંગે સ્વાસ્થ્ય નિર્દેશક ડો.વી.કે.દાસ જણાવ્યું કે અમારા માટે ખૂબજ ગર્વની વાત છે. અમને આ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. જે આજે દિલ્હીમાં એક કાર્યક્રમમાં ખાધ સુરક્ષા અધિકારી ડો. સુનીલ જાગીદો પ્રાપ્ત કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સ્વસ્થ્ય રહેવા માટે ઓછી ખાંડ, તેલ અને મીઠુ ખાવા પર લોકો ને જાગૃત કરવામાં આવ્યા હતા. અને કાર્યક્રમ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ભારતમાં ૧૬ ઓકટોબર ૨૦૧૮થી ૨૭ જાન્યુ. ૨૦૧૯ સુધી યોજાયો હતો. જેમાં સાયકલોથોન દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા.
આ પુરસ્કારને લઈ પ્રશાસક પ્રફુલ પટેલ અને સ્વાસ્થ્ય સચિવ એસ.એસ. યાદવનો આભાર વ્યકત કરવામાં આવ્યો તેમની દૂરદર્શિતા છે જેમણે સ્વાસ્થ્યકને સંપૂર્ણ રીતે ઉચ્ચ સ્તરીય બનાવ્યો અને પ્રદેશના લોકોને સારી અને આધુનિક સુવિધા મળે અને દર્દીઓને કોઈ તકલીફ ન થાય તે દિશામાં કામગીરી કરવાનો અનુરોધ કરાયો.