ધ્રાગધ્રા તાલુકામા સફેદ સોના જેટલી કિમતી મનાતી સફેદ માટીને ગેરકાયદેસર ખનન કરવાનો ધંધો ધમધોકાર ચાલ્યો છે ત્યારે સ્થાનિક પોલીસ ભુમાફીયાને લીલી ઝંડી આપતા ભુમાફીયા એટલી હદે વણશી જાય છે કે થોડા દિવસ અગાઉ જ મુળી તાલુકાના ધર્મેન્દ્રગઢ ગામે ગેરકાયદે ખનન પર દરોડા કરવા ગયેલી જઘૠટીમ પર ભુમાફીયાઓ દ્વારા હુમલો કરાયો હતો. જોકે આ બાબતને હજુ માત્ર ચારથી પાંચ દિવસ થયા છે ત્યાતો ફરીથી જીલ્લામા ચાલતા ગેરકાયદેસર ખનનને ફરીથી તંત્રની લીલીઝંડી મળી ગઇ.
હાલ ધ્રાગધ્રા તાલુકાના રાજગઢ ગામે સફેદમાટીનો નવો ચીલો ચીતરાયો છે જેમા ધ્રાગધ્રા તાલુકામા સફેદમાટીના હબ તરીકે ગણાતા ઘનશ્યામગઢ સહિત, રાજગઢ ,કોંઢ, નારીચાણા, રામપરા, બાવળી સહિતના ગામોમા સ્થાનિક તાલુકા પોલીસની મીઠી નજર હેઠળ એકવાર ફરીથી સઠેદમાટીની ગેરકાયદેસર ખનન પ્રક્રિયા શરુ થઇ છે. રાજગઢ ગામે સફેદમાટીનુ ખનન કરતા ભુમાફીયાઓ રાત્રીના અંધારામા ખનન પ્રક્રિયા શરુ કરી સફેદમાટીને ડમ્ફર જેવા વાહનોમા ભરી કેનાલના રસ્તે હરીપર ફાટક સુધી લવાય છે ત્યાર બાદ ધ્રાગધ્રા-માળીયા હાઇવે પરથી આ ડમ્ઠર પસાર કરાવડાવી મોરબીના સીરામીક ઉધોગમા ગેરકાયદેસર માટીના વાહનો ખાલી કરાવાય છે. દરરોજ સમીસાંજે રાજગઢ ગામે શરુ થતો ગેરકાયદેસર સફેદમાટીના કાળા કારોબારને પોલીસ તંત્રના પણ ચાર હાથ રહેલા હોવાની વાત સામે આવી છે.
ધ્રાગધ્રા તાલુકા પોલીસના બીટ જમાદારથી માંડીને પીઆઇ સુધીના અધિકારીઓ આ ભુમાફીયાઓને ખુબજ સારી રીતે ઓળખાણ ધરાવે છે અને તેઓની જ મીઠી નજર હેઠળ ખનન પ્રક્રિયા ચાલતી હોવાનો પણ આક્ષેપ ગ્રામજનો દ્વારા કરાયો છે ત્યારે ખાણ-ખનીજ વિભાગ અને મામલતદાર તથા ડે.કલેક્ટરના સ્ટાફને પણ ગેરકાયદેસર ખનન નજરે ચડે અથવા સ્થાનિક પોલીસની સાંઠગાંઠ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે ખુલ્લી પાડવા લેખીત રજુવાત થાય તેવી પ્રબળ શક્યતા દેખાય રહી છે હવે જોવાનુ રહે છે કે ખરેખર ઉચ્ચ પોલીસ અધિકારીઓ રાજગઢ ગામે ચાલતા લખ્ખોની સફેદમાટી ચોરી પર દરોડા કરી કેટલાક લેભાગુ પોલીસકર્મીઓ પર કર્યાવાહી કરે છે કે પછી તેરી ભી ચુપ અને મેરી ભી ચુપ જેવો ઘાટ ઘડાય છે ?