જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે બે શખ્સોને ઢોર મારી બે લાખ રૂપિયા માંગવાના સમાચાર પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનીક માધ્યમ આવતા કોન્સ્ટેબલને એવું તો શૂરાતન ચડ્યું કે પત્રકારો સાથે મારા વિરૂધ સમાચાર કેમ છાપ્યા તેમ કહી ગેરવર્તન કરતા પત્રકારોએ એસપીને રજૂઆત કરતા તાત્કાલીક અસરથી એસપીએ હેડ ક્વાર્ટર ખાતે કોન્સ્ટેબલની બદલી કરી નાખી હતી.
તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મિલન અને એક બીજા પોલીસ કર્મીએ શનિવારના રોજ વાડાસડા ગામના કિશન ચૌહાણ અને અંકુર વોરા નામના બે યુવાનોને અંગ્રેજી દારૂ ક્યા સંઘર્યો છે તેમ કહી બેરહમીથી ઢોર માર માર્યો પરંતુ બંને યુવાનો પાસેથી અંગ્રેજી દારૂ ન નીકળતા બંને પર પ્રોહીબીશનનો કેસ કરી એક એક લાખ રૂપિયાની માંગ કરેલ પરંતુ યુવકો નિર્દોષ હોય તેઓએ પૈસા આપવાની ના પાડતા ફરી તેઓને માર મારી રાત્રીના સમયે જામીન પર છોડ્યા હતા પોલીસના ઢોર મારથી બંને યુવાનોની તબીયત લથડતા બંનેને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા બંને યુવાનો હોસ્પીટલમાં દાખલ થયા અને હવે પોતાની વિરૂધ ફરીયાદ કરશે તેની જાણ શામળા તેમજ મિલનને થતાં તેઓએ અન્ય પોલીસ તેમજ સામજીક આગેવાનોની મધ્યસ્થીથી ફરીયાદ થવા ન દીધી એટલે કે સમાધાન થઈ ગયું પરંતુ પોલીસ કોન્સ્ટેબલની દાદાગીરીના સમાચાર પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનીક માધ્યમોમાં આવતા મિલન નામનો કોન્સ્ટેબલ ઉશ્કેરાઈને સમાચારોમાં મારા નામ પાછળ ભાઈ કેમ ન લગાડ્યું અને મારી મંજૂરી વગર મારો ફોટો ટીવીમાં કેમ બતાવ્યો તેવું કહી પત્રકારોને જોઈ લેવાની ધમકી આપી આ અંગે જેતપુર શહેર તાલુકા પત્રકાર સંઘ દ્વારા જીલ્લા પોલીસવડા બલરાજ મીણાને રજૂઆત કરતા પોલીસ વડા દ્વારા આવા પોલીસમેનથી જે પોલીસની આબરૂ ખરાબ થાય છે
અને આવાને ડાયરેક્ટ પબ્લીક સાથે કોન્ટેક્ટમાં ન રાખી શકાય તેવું જણાવી ચોવીસ કલાકમાં આ કોન્સ્ટેબલ વિરૂધ પગલા લઈશ તેવી પત્રકારોને બાંહેધરી આપી અને થોડી જ વારમાં પત્રકારોને પોલીસમાંથી જ જાણવા મળ્યું કે વાડાસડા ગામના યુવાનો પાસેથી બે લાખ રૂપિયા માંગવાના તેમજ પત્રકારો સાથે ગેરવર્તન કરવાના બનાવમાં પોલીસ વડા દ્વારા બંને પોલીસ સહિત પીએસઆઈને વડી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે અને કોન્સ્ટેબલ મિલનની હેડ ક્વાર્ટર ખાતે બદલી કરી દેવામાં આવી છે.