રસ્તા પરી મળ્યું શબ, આજે હતો જન્મદિવસ
બુધવારે સવારે કર્ણાટક કેડરના ઈંઅજ અનુરાગ તિવારીનું શંકાસ્પદ હાલતમાં મોત ઈ ગયું હતું. મૂળ બહરાઈચના રહેવાસી ઈંઅજનો મૃતદેહ હજરતગંજના મીરાબાઈ ગેસ્ટ હાઉસ પાસે રસ્તાની બાજુમાંી મળ્યો હતો. હાલમાં પોલીસ મોત અંગે તપાસ કરી રહી છે. આજે તેમનો જન્મદિવસ હતો. તેઓ અહીં તેમના બેચમેટના ઘરે રોકાયા હતા.
એસએસપી દીપક કુમારે જણાવ્યું હતું કે, આજે(બુધવારે) સવારે ૬.૪૦ વાગ્યે મીરા ગેસ્ટ હાઉસ પાસે એક વ્યક્તિની મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી. ઘટનાસ્ળેી મળેલા આઈકાર્ડ પરી માલુમ પડ્યું હતું કે, બોડી આઈએએસ અનુરાગ તિવારી છે. પોલીસ મોતના કારણની તપાસ કરવામાં લાગી છે. ડોક્ટરનું કહેવું છે કે ફક્ત દાઢી પર ઈજાના નિશાન છે. એવું લાગી રહ્યું છે કે ધક્કો લાગવાી તેઓ પડી ગયા અને તેમનું મોત ઈ ગયું. ગેસ્ટ હાઉસી ૫૦ મીટર દૂર તેમનો મૃતદેહ મળ્યો હતો.
હાલમાં કેવા સંજોગોમાં તેમનું મોત યું છે, તેના પાછળના કારણની તપાસ ચાલી રહી છે. મસુરીમાં આઈએએસ ઓફિસર્સની ટ્રેનિંગ ચાલી રહી છે. અનુરાગ પણ તેમાં હિસ્સો લેવા ગયા હતા. રજા મળ્યા બાદ તે લખનઉમાં બેચમેટ પ્રભુ નારાયણના ઘરે રોકાયા હતા. ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેક કરનાર અનુરાગ તિવારી બેંગલુરુમાં ફૂડ સિવિલ સપ્લાઈ એન્ડ ક્ધયુઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટમાં કમિશનરના પદે નિયુક્ત હતા.
અનુરાગના પિતા બીએન ત્રિપાઠી બહરાઈચની એક ડિગ્રી કોલેજમાંી લેક્ચરરની પોસ્ટ પરી નિવૃત્ત યા છે. માતા સુશીલા તિવારી હાઉસ વાઈફ છે. બે ભાઈ આલોક અને મયંક પણ એન્જિનિયર છે. ૫ વર્ષ પહેલા અનુરાગના કાનપુરમાં લગ્ન યા હતા. બાદમાં તેના છૂટાછેડા ઈ ગયા હતા. ક્યા કારણોસર તેણે છૂટાછેડા લીધા હતા તે જાણી શકાયું ની.