ઉત્તરપ્રદેશની યોગી સરકાર પહેલી વખત લખનઉ બહાર કેબિનટની બેઠક આયોજીત કરી હતી. સીએમ યોગીએ પ્રયાગરાજ પહોંચીને સુતેલા હનુમાનજીની પૂજા-અર્ચના કરી હતી. ઉલ્લેખનીય છે કે 2000ની સાલમાં ઉત્તરાખંડના નવા રાજ્ય તરીકેના નિર્માણ બાદ આ પહેલી વખત એવો પ્રસંગ સર્જાયો છે કે રાજ્યના પાટનગર લખનઉ બહાર કેબિનેટની બેઠક યોજાઈ છે. આ પહેલા 1962માં તત્કાલીન મુખ્યપ્રધાન ગોવિંદ વલ્ભભ પંતના સમયમાં એકવાર કેબિનેટની બેઠક નૈનીતાલમાં થઇ હતી. આ કેબિનેટ બેઠકમાં યોગી સરકારે મહત્વનાં નિર્ણયો લીધા છે.
આ કેબિનેટ બેઠકમાં ઘણા મહત્વનાં નિર્ણયો પણ લેવાયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પશ્વિમ ઉત્તરપ્રદેશનાં મેરઠથી માંડી પ્રયાગરાજ સુધી ગંગા એક્સપ્રેસ-વે બનાવવાની જાહેરાત કરી છે. 36000 કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર એક્સપ્રેસ વે ગંગાના કિનારે બનાવવામાં આવશે. આ એક્સપ્રેસ-વે 6 લેનનો હશે. યોગી આદિત્યનાથનો દાવો છે કે, આ એક્સપ્રેસ-વે દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ-વે હશે.
Uttar Pradesh Chief Minister Yogi Adityanath in Prayagraj: The Ganga-Expressway will go through areas including Meerut-Amroha-Bulandshahr-Budaun-Shahjahanpur-Kannauj-Unnao-Raebareli-Pratapgarh and arrive at Prayagraj. https://t.co/WJduBqL2aZ
— ANI UP (@ANINewsUP) January 29, 2019
6 લેનનો ગંગા એક્સપ્રેસ-વે મેરઠ, અમરોહા, બુલંદશહર , બદાંયૂ, શાહજહાંપુર, ફરુકાબાદસ, હરદોઈ, કન્નોજ. ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢ થઈને પ્રાયગરાજ સુધી જશે,જે દુનિયાનો સૌથી મોટો હાઈવે હશે.