RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના ૨૨ ઠેકાણા પર મંગળવારે પાડવામાં આવેલા દરોડા બાદ બુધવારે પટનામાં આરજેડીના કાર્યકર્તાઓ બીજેપી ઓફિસ બહાર હંગામો કર્યો હતો. કાર્યકર્તાઓએ બીજેપી નેતા સુશીલ મોદી સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત પથ્રમારો પણ કર્યો હતો. જેમાં બીજેપીના ૬ કાર્યકર્તા ઘાયલ યા છે. હંગામા દરમિયાન કાર્યકર્તાઓએ ગાડીઓમાં તોડફોડ કરી હતી. આરજેડીના અમુક કાર્યકર્તાઓ દ્વારા પોલીસ પર પણ પથ્રમારો કરવામાં આવ્યો હતો.
આરજેડી સર્મકોના પ્રદર્શન પર પ્રતિક્રિયા આપતા બિહાર બીજેપી નેતા મંગલ પાંડેએ કહ્યં લાલુ સામે ભ્રષ્ટાચારના મુદ્દે કાર્યવાહી ઈ રહી છે. તેનાી લાલુ સર્મકો હતાશ છે અને આ કારણે તેઓ પાર્ટી કાર્યાલય બહાર પ્રદર્શન કરી રહ્યા છે.
બિહાર ભાજપ અધ્યક્ષ નિત્યાનંદ રાયે કહ્યું કે, આ હુમલો આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના કહેવા પર યો છે. આરજેડીમાં ક્રિમિનલ માઈન્ડના વધારે લોકો છે. આ લોકોએ ગુનો કર્યો છે, કાનૂન હામાં લીધો છે. અમે આ મુદ્દો કોર્ટમાં લઈ જઈશું. લાલુએ લોકોને લૂંટીને બેનામી સંપત્તિ બનાવી છે. અમે લોકો તેના કારનામાએ લોકો વચ્ચે લઈ જઈ રહ્યા છીએ એટલે આરજેડી હુમલો કરવા પર ઉતરી આવી છે.
બીજેપીના પટના કાર્યાલય બહાર હામાં ડંડો લઈ સડક પર હંગામો કરી રહેલા આરજેડી સર્મકોએ પથ્રમારો કરતાં અફડા-તફડી મચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક પહોંચીને હંગામો કરી રહેલા યુવકો પર કાબુ મેળવ્યો હતો. હાલ અજંપાભરી સ્િિત છે.
બેનામી સંપત્તિ મુદ્દે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને છઉંઉ નેતા લાલુ પ્રસાદ યાદવના આવેલા ૨૨ સ્ળો પર મંગળવારે સવારે ઈન્કમ ટેક્સે રેડ પાડી હતી. લાલુ પર ૧૦૦૦ કરોડ રૂપિયાની બેનામી સંપત્તિ હોવાનો આરોપ છે.
ઈન્કમ ટેક્સના દરોડા બાદ પ્રમ વખત લાલુ યાદવની પ્રતિક્રિયા આવી છે. જેમાં કડક શબ્દોમાં તેમે બીજેપી અને ગઠબંધન પર પ્રહાર કર્યો છે. ટ્વિટ કરીને લાલુએ લખ્યું છે કે, બીજેપીને નવા એલાયન્સ પાર્ટનરના અભિનંદન. લાલુ પ્રસાદ નમવાનો કે ડરવાનો ની. જ્યાં સુધી છેલ્લા શ્વાસ ચાલશે ત્યાં સુધી લડતો રહીશ. લાલુનો અવાજ દબાવી શકાય તેટલી બીજેપીમાં હિંમત ની. લાલુના અવાજને દબાવશો તો દેશભરમાં કરોડો લાલુ ઉભા ઈ જશે.