ઉચ્ચકક્ષાએ રજુઆત: આઠ દિવસમાં દબાણ દુર નહીં થાય તો ગાંધી ચિંઘ્યા માર્ગે ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ
મોજે.નાની ખેરાળી ગામે આવેલી સરકારી પડતર સર્વે નં.૧૫૩ પૈકી ૧-અ પડતર ગૌચર જમીનમાં સામે ગામ બર્બટાણા ગામના નનાભાઈ મનાભાઈ પરમાર (દેવીપુજક) ગામ નાની ખેરાળીમાં આવેલ ગૌચરણ દબાણ કરેલ છે, જેની અરજી વારંવાર કરવા છતાં કોઈ જ કાર્યવાહી હાથ ધરાયેલ નથી અને જે દબાણ કરેલ છે તથા મોટા ચેકડેમ ૪૦ લાખના ખર્ચે બાંધેલ છે તે પણ કબજામાં લીધેલ છે અને ગ્રામ પંચાયતના સભ્ય કે ગામના કોઈ આગેવાન વાત કરવા જાય તો બૈરાઓને આગળ કરે છે, નનાભાઈ મનુભાઈ પરમાર પોતે માથાભારે માણસ છે અને જેસીબી લાવી સરકારી પડતરમાં રહેલા વૃક્ષ કાપી બિનકાયદેસર વેચે છે, તથા સરકારી જગ્યા પર બોર પણ કરેલ છે તો તાત્કાલિક દબાણ દુર કરવા ગ્રામ પંચાયત સભ્યો તથા ગ્રામજનોની માંગ છે જો આઠ દિવસમાં આ દબાણ દુર કરવામાં નહીં આવે તો ગ્રામજનો ગાંધી ચિંઘ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.