રાજકોટની ૬૪ ટીમો વચ્ચે ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં ટક્કર: ઈનામોની વણઝાર: ટુર્નામેન્ટની ‚પરેખા આપવા યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ સહિતના આગેવાનો ‘અબતક’ના આંગણે
રાજકોટ શહેરના યુવા ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તે હેતુથી રાજકોટ શહેરમાં રહેતા ખેલાડીઓ માટે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર યુવા ભાજપ દ્વારા ઓપન રાજકોટ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ પંડિત દીનદયાલ ઉપાધ્યાય કપ-૨૦૧૭નું તારીખ ૨૦ મે થી ૬ જુન સુધી ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ શહેરની ૬૪ ટીમો ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે ભાગ લેશે.
આ આયોજનમાં દરરોજ સાંજે ૬:૦૦ કલાકે પ્રથમ મેચ, ૭:૩૦ કલાકે બીજો મેચ, ૯:૦૦ કલાકે ત્રીજો મેચ અને રાત્રે ૧૦:૩૦ કલાકે ચોથો મેચ રમાડવામાં આવશે. ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે ઉદેશથી ચેમ્પીયન ટીમને ચેમ્પીયન કપ તેમજ ‚ા.૨૧,૦૦૦ રોકડ તથા રનર્સઅપ ટીમને રનર્સઅપ અને ‚ા.૧૧,૦૦૦ રોકડ આપવામાં આવશે. તેમજ બેસ્ટ બેટસમેન, બેસ્ટ બોલર તથા મેન ઓફ ધી સીરીઝને ઈનામ તથા ૫૧૦૦ રોકડ ઈનામ આપવામાં આવશે. તેમજ દરેક મેચમાં મેન ઓફ ધ મેનને ઈનામ અપાશે. આ ટુર્નામેન્ટ ટર્ફ વિકેટ પર રમવામાં આવશે. લાઈવ કોમેન્ટરી, ડી.જે. દ્વારા ખેલાડી અને પ્રેક્ષકોને જુસ્સો ચડાવાશે.
ટુર્નામેન્ટનું ભવ્ય ઓપનીંગ તા.૨૦ મે ૭ કલાકે કરાશે. જેમાં ગુજરાત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડો.ઋત્વીજ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. ટુર્નામેન્ટનો પ્રથમ મેચ રાજકોટ શહેર ભાજપ યુવા ભાજપના હોદેદારો અને કોર્પોરેટરો વચ્ચે ફ્રેન્ડલી મેચથી થશે. ત્યારબાદ બીજો મેચ આત્મીય ઈલેવન વિરુઘ્ધ ડી.એચ.કેમ્પ ટીમ વચ્ચે અને ત્રીજો મેચ ટાઈમ્સ ઈલેવન વિરુઘ્ધ સીતારામ ઈલેવન વચ્ચે રમાશે. ડી.એચ.કોલેજ ખાતે ટુર્નામેન્ટમાં ભવ્ય લાઈટીંગ, સાઉન્ડ, મંડપ સર્વિસ, ડી.જે.ની ભવ્ય સુવિધા રાખવામાં આવેલ છે.
આ ટુર્નામેન્ટને સફળ બનાવવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ યુવા ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવની આગેવાની હેઠળ મહામંત્રી પરેશ પીપળીયા, પૃથ્વીસિંહ વાળા તેમજ હિતેષ મારુ, અમીત બોરીચા, સર્વેશ્ર્વર ચૌહાણ, સતીષ ગમારા, કુલદિપસિંહ જાડેજા, પુર્વેશ ભટ્ટ, પાર્થરાજસિંહ ચૌહાણ, કિશન ટીલવા, વ્યોમ વ્યાસ, હિરેન રાવલ સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ ટુર્નામેન્ટ ઈન્ચાર્જ તરીકે કુલદીપસિંહ જાડેજા જવાબદારી સંભાળી રહ્યા છે