અમદાવાદ ડીફેન્ડર્સ, સ્પેશ્યલ, ઓલીમ્પીક ગુજરાત ચે. ટ્રસ્ટ અને અમદાવાદ વોલીબોલ એસોસીએશન દ્વારા ભવ્ય આયોજન
અમદાવાદ ડીફેન્ડર્સ સ્પેશ્યલ ઓલીમ્પીક ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ, ગુજરાત તથા અમદાવાદ વોલીબોલ એસોસીએશન દ્વારા દ્વારકા ખાતે ચેરીટી રન ફોર યુનિટીનું ભવ્ય આયોજન તા. ૩૧-૧ ને ગુરુવારના રોજ કરાયું છે. જેમાં દ્વારકાના રાધે ડીફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન, ગીતા મંદીર પાસેથી સવારે ૭ કલાકે ચેરીટી રન ફોર યુનીટીની શરુઆત કરાશે. જેમાં પાંચ કી.મી. (સામાન્ય કક્ષા માટે) તથા એક કી.મી.નીદોડ (મનોદિવ્યાંગો માટે)નું આયોજન કરવામાં આવેલ છે.
આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તથા ફોર્મ લગતી માહીતી માટે રાધે ડીફરન્ટલી એબલ્ડ ફાઉન્ડેશન, દ્વારકાના રસીકભાઇ પી.છાયા (મો. ૯૮૭૯૦ ૧૬૪૪૦) નો સવારે ૯.૩૦ થી બપોરે ૧.૩૦ સુધી અથવા તો ચેતનભાઇ જીંદાણી (દ્વારકા)નો સંપર્ક સાધી મેળવી શકાશે. દરેક સ્પર્ધકને સ્પેશ્યલ ઓલીમ્પીક ફી આપવામાં આવશે. આ ચેરીટી રન ફોર યુનીટી સ્પર્ધામાં વધુમાં વધુ મનોદિવ્યાંગો તેમજ દ્વારકા તાલુકાના યુવાનોને જોડાવવા સંસ્થાના પ્રમુખની યાદીમાં જણાવાયું છે.