મુખ્યમંત્રીના હોમ ટાઉન અને શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં કાયમી જિલ્લા શિક્ષણાધિકારી નિમાતા રાહત: ડો.સગારકા આવતીકાલે ચાર્જ સંભાળશે
મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હોમ ટાઉન અને શિક્ષણનું હબ ગણાતા રાજકોટમાં છેલ્લા એક વર્ષી કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિયુક્તિ ઈ ન હતી. આખરે આજે ગીર સોમના જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી ડો.એમ.આર.સગારકાની રાજકોટના કાયમી ડીઈઓ તરીકે નિમણૂંક કરાતા શિક્ષણ જગતમાં રાહતની લાગણી ફેલાઈ છે.
ગુજરાત રાજયના શિક્ષણ વિભાગ છેલ્લા ઘણા સમયી રાજકોટમાં કાયમી જિલ્લા શિક્ષણાધિકારી નિમવામાં આળસુ પુરવાર યું હતું. રાજકોટમાં બોર્ડની પરીક્ષા પણ જિલ્લા શિક્ષણાધિકારી વિના યોજાઈ હતી. ત્યારબાદ ફ્રી વિધાયક, પરીક્ષામાં છબરડા, પરિણામ અને સેમેસ્ટર પધ્ધતિ સહિતના જુદા જુદા મુદ્દે સત્તાવાર નિર્ણય લઈ શકે તેવી વ્યક્તિ હાજર ન હોવાી રાજકોટના શૈક્ષણિક અને વહીવટી કામગીરી ખોરંભે ચડી હતી.
પરંતુ અંદાજીત એક વર્ષના લાંબા સમયગાળા બાદ આખરે રાજકોટ જિલ્લામાં કાયમી જિલ્લા શિક્ષણાધિકારીની નિમણૂંક કરાઈ છે. અગાઉ જામનગર અને ગીર સોમના જિલ્લામાં ડીઈઓ તરીકે સફળ ફરજ બજાવી ચૂકેલા ડો.એમ.આર.સગારકાની રાજકોટની કાયમી જિલ્લા શિક્ષણાધિકારી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૬માં રાજકોટના તે સમયના જિલ્લા શિક્ષણાધિકારી ચૌધરીને ભ્રષ્ટાચારના આક્ષેપ સબબ બદલી કરાયા બાદ રાજકોટ ડીઈઓનો ચાર્જ સુરેન્દ્રનગરના જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલ પાસે હતો. બે જિલ્લાનો એક સો ચાર્જ હોવાના કારણે ઘણા બધા શૈક્ષણિક અને વહિવટી કાર્યો ટલ્લે ચડયા હતા. વાલીઓના ઘણા બધા પ્રશ્ર્નો અને રજૂઆતોનો ભરાવો યો હતો. પરંતુ રાજકોટમાં આખરે જિલ્લા શિક્ષણાધિકારી તરીકે એમ.આર.સગારકાની નિમણૂંક ઈ છે. તેઓ આવતીકાલે સત્તાવાર જિલ્લા શિક્ષણાધિકારી તરીકેનો ચાર્જ સંભાળશે.