૧૯૭૨ થી શરુ થયેલી રકતદાન યાત્રામાંઅનેક સન્માનો-એવોર્ડથી થઇ સરાહના
વખત રકતદાન કરી આ મહાદાનનો રેકોર્ડ સ્થાપવા જઇ રહ્યાં છે. તેઓ સ્વ. રામદેવસિંહજી જાડેજાની સ્મૃતિમાં જગતસિંહ એમ. જાડેજા દ્વારા ગોંડલ રોડ પરના સ્કોડા શો‚મ ખાતે આયોજન મહારકતદાન કેમ્પમાં ૧૨૫મી વખત રકત આપશે. આ રકતદાન યાત્રાની વિગતો આપવા તેઓ અબતકની શુભેચ્છા મુલાકો આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે, પ્રથમ વખત રકતદાન કર્યા બાદ અવારનવાર કયાંક કેમ્પમાં કે કોલેજમાં કે રેડીયો (ત્યારે હજુ સુધી ટીવી આવ્યા ન હતા) પર રકતદાનની જાહેરાત સાંભળી રકતદાન કરવાનો સીલસીલો શરુ થયો. પુણ્પ પ્રતાપે મેડીકલમાં એડમીશન મળ્યા બાદ સીવીલ હોસ્૫િટલની રેડક્રોસ બ્લડ બેંકમાં રકતદાન કરવા જવાનું થતું. જયારે રકતદાનનો મારો આંકડો ૧૧ (અગીયાર) નો થયો ત્યારે તે સમયના ગવર્નર શ્રીમતિ શારદા મુખર્જીના વરદ હસ્તે શિલ્ડ મળ્યો. તેસમયે તો આવા શિલ્ડનું મહતવ અનેરુ
જ હોય ને? મનોમન ખુબ જ આનંદ અને હર્ષોલ્લાસ અનુભવ્યો. સમય જતા સેક્ધડ એમ.બી.બી. એસ. માં કલીનીકલ ટર્મ દરમ્યાન સીવીલ હોસ્૫િટલમાં સર્જરીની ટર્મ દેશની પ્રથમ લોકસભાના સ્પીકર શ્રીગણેશ વાસુદેવ માવલંકરના સુપુત્ર અને સર્જક ડો. વિષ્ણુગણેશ માવલંકરના યુનિટમાં આવી. ડો. વી.જી. માવલંકર સેવાભાવી સંવેદનશીલ સર્જન હોવા ઉપરાંત ગુજરાત રેડક્રોસ સોસાયટીના પ્રમુખ અને ગુજરાતમાં બ્લડ બેંક અને રકતદાન પ્રવૃત્તિના પ્રણેતામાના એક હતા. રકતદાનના હિમાયતી એવા ડો. માવલંકર તેમની નીચે અભ્યાસમાં આવતો દરેક વિઘાર્થીઓને કેટલી વાર રકતદાન કર્યુ છે તે અવશ્ય પૂછે, હું પણ મારા વારાની રાહ જોઇ રહ્યો હતો. મનોમન ખુશ પણ હતો ધારણ મુજબ જેવો મારો વારો આવ્યો એટલે ડો. માવલંકરે પૂછયું કે રકતદાન કર્યુ છે ? મે જરા ‚આબભેર જવાબ આપ્યો, ૧૧ વખત સર ! સામે પ્રતિસાદ મળ્યો… તેમાં શું કંઇ જખ મારી નાખ્યો… તે સમયે ડો. માવલંક પોતાની ૫૦ વર્ષની આયુષ્યમાં ૬૫ વાર રકતદાન કરી ચુકયા હતા ! બસ આ જાણવા જ મારા અહમનો પારો એકદમ તળીયે ! મારા અભિમાનના ચુરે ચૂરા ડો. માવલંકરે માથે હાથ ફેરવી આશીષ આપતા કહ્યું ! સૌરાષ્ટ્રનો છો ને… ૧૦૦ વાર સુધી રકતદાનનો આંકડો વટાવજે મારી શુભેચ્છા છે ! બસ, ત્યારથી મનોમન નિર્ણય કર્યો કે હવેથી નિયમીત રકતદાતા બની. વર્ષમાં ચાર વાર રકતદાન કરી આ જીવનમાં ૧૦૦ વાર રકતદાનનો આંકડો વટાવી રેકોર્ડ સ્થાપવો !
પછી તો એમ.બી.બી.એસ. અને એમ.એસ. ના અભ્યાસ દરમ્યાન અનેકવાર રકતદાન શીબીરોમાં વોલન્ટીયર-સ્વયંસેવક તરીકે સેવા આપવાનો સીલસીલો શરુ થયો. એક તરફ સ્વયં રકતદાતા અને બીજી તરફ કેમ્પ દ્વારા લોકોને પ્રોત્સાહીક કરવાનું કાર્ય સતત આગળ વધતું રહ્યુેં. કોલેજો, એન.એસ.એસ. એન.સી.સી. શિબિરો, ગ્રામ વિસ્તાર કે સોસાયટી યા તો સામાજીક સંસ્થાઓના ઉપક્રમે યોજાતી રકતદાન શિબીરોમાં ડોકટર તરીકે સેવા આપવાનો નિયમીત ક્રમ ચાલ્યો. એક ડોકટર તરીકે બાટલા ગ્લુકોઝ ચડાવવા માટે લોહીની નસ પકડવાની કળામાં આ શીબીરો દ્વારા એટલી કુશળતા મેળવી કે આજે પણ હું વિના ખચકાટે કોઇપણ દર્દીની લોહીની નસ એક જ ધડાકે પકડી શકું છે.