ભ્રષ્ટાચારના આક્ષેપ થયેલા બાંધકામ ફરી શરૂ થતા લોકોમાં આશ્ચર્ય
કેશોદ નગરપાલિકા વિસ્તારમાં કેશોદના વેરાવળ રોડ પર કૃષ્ણનગરની સામે નદીનો પ્રવાહ નીકળતો હોય તેના પર કોલમબીંબવાળુ ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે. આ અંગે આજથી બે માસ પૂર્વે કેશોદના તત્કાલીન ચીફ ઓફિસર અને આઈએસ થયેલા ગંગાસિંહની નિમણુક થયેલ હતી અને તેના પ્રોફેશનલ પિરીયડ દરમિયાન દેવાણીનગર પાસે વેરાવળ રોડ પર જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યું છે.
જે અંગે જાગૃત લોકોએ નગરપાલિકાને રજુઆત કરતા આ ગેરકાયદેસર બાંધકામની તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ બાંધકામ રોકાવી દેવામાં આવ્યું હતું ત્યારબાદ આ ચીફ ઓફિસરની બદલી થતા આ જગ્યાએ ફરી બાંધકામ હાલ ચાલી રહ્યું છે. ત્યારે આ બાંધકામની નગરપાલિકાએ કોઈ મંજુરી આપી છે કે કેમ ? અને જો આપી હોય તો જે નદીનું વહેણ નિકળતું હોય જેને બુરી દઈ તેની ઉપર કોલમબીંબવાળુ બાંધકામ થતું હોય અને આ બાંધકામને નગરપાલિકા દ્વારા હજુ પણ રોકવામાં નહીં આવે તો આગામી ચોમાસામાં પુરની પરિસ્થિતિ દરમિયાન પાણીના પ્રવાહથી કોઈ ઘટના ઉદભવશે તો તેનો જવાબદાર કોણ ? તે પણ હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે.