આજ રોજ અમદાવાદ ખાતે મેગા પ્લેસમેન્ટ કેમ્પ યોજાયો હતો. જેમાં માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ હાજરી આપી હતી અને કહ્યું હતું કે, ગુજરાતે દેશભરમાં સૌથી વધુ રોજગારી ઘરઆંગણે યુવાધનને આપી છે. ગુજરાતમાં યુવાનોનું સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા કૌશલ્યવર્ધન કરવામાં પહેલરૂપ સિધ્ધીઓ મેળવી છે.
રાજય સરકારના એક વર્ષના શાસનની વિકાસગાથાને પ્રજા વચ્ચે જઇ મૂકી છે અને કિસાનોનું હિત, શિક્ષણમાં આમુલ પરિવર્તન, ભ્રષ્ટાચાર નાબુદી માટે અસરકારક પગલાંઓ સાથે સુશાસન દ્વારા ગુજરાતને વૈશ્વિક વિકાસની દિશા તરફ આગળ વધાર્યુ છે.