૨૦૧૯ની લોકસભાની ચુંટણીની આલબેલ વાગી ચૂકી છે. ત્યારે આ વખતનું બજેટ નરેન્દ્ર મોદી સરકાર માટે આ સત્ર આ વર્ષનું અંતિમ બજેટ હોઇ સરકાર દ્વારા આગામી ચૂંટણીઓને દરેક વર્ગના નાગરીકને લાભ‚નો સુખદ અનુભવ થાય તેવા ફુલગુલાબી બજેટની તૈયારીઓ અને સંકેત આપી દીધા છે.
રાજસભાના અઘ્યક્ષ એમ.વેકૈયા નાયડુ અને લોકસભાના અઘ્યક્ષ સુમિત્રા મહાજન દ્વારા દેશનખા દરેક પક્ષની સર્વદળીય બેઠક બજેટની ચર્ચા માટે બોલાવી છે. ૩૧મી જાન્યુઆરીએ હલવાના આંધણ જેવા આ બેઠક માટે શાસક પક્ષની સાથે સાથે વિપક્ષ નેતાઓ પણ પોતાનું ધાર્યુ કરવાની અને ફુલગુલાબી બજેટમાં પોતાનું પણ યોગદાન છે. તેવી મતદારોને પ્રતિલિ થાય તે માટે કેટલીક ખાસ તૈયારીઓ કરી રહી હોવાનો જાણવા મળ્યું છે.
સુમિત્રા મહાજન દ્વારા જાન્યુઆરી ૩૦ અને વેકૈયા નાયડુએ તમામ પક્ષના નેતાઓને ૩૧મી તારીખે મીટીંગ માટે ઇજન આપ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર માટે ચુંટણી પહેલાના અંતિમ સત્રનું આ બજેટ રાજકિય રીતે ખુબ જ મહત્વ ધરાવે છે. ત્યારે સંસદમાં બજેટ પૂર્વે તમામ પક્ષો સાથે આગોતરા સંકલન પરામર્શ દ્વારા બજેટ સત્ર સુખરુપ બની રહે અને સરકાર દ્વારા જે દિશા અને અભિગમ અપનાવવામાં આવ્યો છે. તેમાં દેશના તમામ વિપક્ષ મૌલિકતથી સામેલ થાય. સરકારના આ પ્રયાસોમાં જો કોઇને કોઇ કહેવાનું હોય તો ૩૦ અને ૩૧મી એ મળનારી લોકસભા અને રાજયસભાની સર્વદળીય નેતાઓની બેઠકોમાં આ અંગેની ચર્ચા અને પરામર્શ થઇ જાય.
રાજયસભા અને લોકસભાના વરિષ્ઠ બન્ને મોવડીયો દ્વારા સર્વદલીય બેઠક બોલાવવાની તારીખો જાહેર કરવામાં આવતા દેશના મુખ્ય વિપક્ષ કોંગ્રેસ ઉપરાંત સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પક્ષ, એ.આઇ.ડી. એમ.કે. સી.પી.એમ, શીવસેના, રાષ્ટ્રવાદી પાર્ટી સહીતની ડાબેરી અને જમણેરી પાર્ટીઓની આંતરકિ મીટીંગોનો દોર શરુ થવાના સંકેતા મળી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાંચ વર્ષના શાસન કાળની નિષ્કસ જેવા આ બજેટમાં ચોકકસપણે દરેક ક્ષેત્રમાં થોકબંધ રાહતોની જાહેરાતની પૂરેપૂરી શકયતા રહેલી છે.
બજેટ માટે નાણામંત્રીએ તૈયાર કરેલો હલવો તમામને ભાવે તેવા બનાવવા માટે જ વેકૈંયા નાયડુ અને સુમિત્રા મહાજનને સર્વદળીય બેઠક બોલાવી નરેન્દ્ર મોદી સરકારના રસોડામાં તૈયાર થનારા ૨૦૧૯-૨૦૨૦ ના હલવામાં કયાં કયાં લાભ રસ ઉમેરવામાં આવ્યા છે તેની ચર્ચા કરવામાં આવશે.
બન્ને નેતાઓએ બજેટ પૂર્વે બન્ને ગૃહની તમામ પક્ષના મોવડીઓ સાથે બેઠક યોજી બજેટ સત્ર સર્વસહમતિ અને સર્વપક્ષીય સંમેલનના માહોલમાં ચાલે તે માટેની તૈયારી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બજેટમાં આમ આદમી, વિઘાર્થીઓ, ખેડુતો, નાના મોટા ઉઘોગપતિઓ, વેપારીઓ, કામદારો સહીતના તમામ વર્ગને બજેટમાં સંતોષ થાય તેવા સુધારાઓ માટે તૈયારી કરી રહ્યું હોવાની નિશ્ચત મનાય રહ્યું છે.
૩૦ અને ૩૧મી જાન્યુઆરીએ બજેટ માટેની રાજયસભા અને લોકસભાના પક્ષોની બેઠક પર તમામની મીટ અને રાજધાનીમાં ચહલ પહલ ઉભી થઇ છે.