કોંગ્રેસ દ્વારા ૨૬ બેઠકો માટે ૬૫ ઉમેદવારોની યાદીને આખરી ઓપ: તો ભાજપના પ્રભારી ઓમપ્રકાશ માથુરની આજે ગુજરાત મુલાકાત દરમિયાન ઉમેદવારોના નામ પર ચર્ચા-વિચારણા કરે તેવી સંભાવના
લોકસભા ૨૦૧૯ની ચૂંટણી જંગની તૈયારીઓમાં અત્યારે એક તરફ રામ બીજી આમ જેવો માહોલ જામવાના નિર્દેશો મળી ચૂકયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પાંચ વર્ષના શાસનકાળના નિષ્કર્ષ રૂપી ભાજપ અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૨૦૧૯ની ચૂંટણી એક માત્ર વિકાસના મુદે જ લડવા તરફ ફોકસ કરી ચૂકી છે. ત્યારે દેશના રાજકારણમાં પણ તમામ અન્ય મૂદાઓ પર નરેન્દ્ર મોદીના વિકાસ મુદાનો પ્રભાવ નિશ્ચિત બન્યો છે. આજ કારણે આ વખતની ચૂંટણી ફરજીયાત પણે વિકાસના રોલ મોડલ પર લડાશે તે હવે નકકી બન્યું છે.
૨૦૧૯ની ચૂંટણીમાં દરેક પક્ષ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોમ સ્ટેટ ગુજરાતની ૨૬ બેઠકો કેન્દ્રમાં આવી ગઈ છે. ગુજરાતના રાજકારણમાં પણ ભાજપ માટે તમામ ૨૬ બેઠકો અકબંધ રાખવા અને તેમના વિરોધીઓને તેમાંથી ભાગ પડાવવા લક્ષ્ય મળી ગયું છે. આમ જોવા જઈએ તો દેશના રાજકારણમાં એક તરફ મોદી એક તરફ તમામ જેવો ઘાટ ઘટાઈ ગયો છે. દરમ્યાન લોકસભાની ૨૬ બેઠકો માટે કોંગ્રેસમાં ૬૫ ઉમેદવારોની યાદી તૈયાર થઈ છે. ગુજરાત કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રભારી રાજીવ સાંતવની મુલાકાત વેળાએ કોંગ્રેસમાં ૬૫માંથી પાવરફૂલ વીનીંગ એબીલીટી ધરાવતા ૨૬ ઉમેદવારો શોધવાનું ખૂબ મોટુ પડકાર જનક કામ આવી ગયું છે. પરંતુ ગુજરાતમાં બેના બદલે ચાર પાંખીયો જંગ જામે તેવું પણ દેખાઈ રહ્યું છે.
એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલા કાઢુ કાઢી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં ‘બાપુ’ના સત્રની ચોપાટ ખેલ પાડી પણ શકે , બગાડી પણ શકે તેવો ઘાટ રચાઈ શકે છે. મમતા બેનરર્જી એ અગાઉ હાર્દિક પટેલને પક્ષમાં જોડવા નિમંત્રણ આપીને ગુજરાતના રાજકારણમાં મમતા બેનર્જીએ પણ પગપેસારો કરવાના સંકેત આપી દીધા હતા.
હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણીની ઉમેદવારી ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ બસપા, કોંગ્રેસી, જેવા પક્ષના પગપેસારાથી ચાર પાંખીયો જંગના આલેખ મંડાયા છે.
૨૬ લોકસભાની બેઠક પર ગુજરાતમાં જે રાજકારણના ચોપાટ મંડાયા છે. તે આખા દેશની પોલીટીકસ ગ્રાફીકસ માટે સ્ટાઈનીંગ લાઈન બની શકે તેવું છે. ગુજરાતમાં તમામ પક્ષની મીંટ મંડાઈ છે.મોદીના હરીફો ભાજપના વિજય રથને દિલ્હી સુધી પહોચતો અટકાવવા માટે ગુજરાતથી જ શરૂઆત કરાઈ તેવું નિશ્ચીત મનાઈ રહ્યું છે
કોંગ્રેસ અને તમામ ભાજપ વિરોધીદળો લોકસભાની ચૂંટણીની રણનીતિ અને હરીફોને મહાત આપવાના ગુજરાતને પ્લેટફોર્મ બનાવે તેવું મનાઈ રહ્યું છે. અલબત લોકસભા ૨૦૧૯ની ચૂંટણી નિશ્ચીત પણે વિકાસના રોલ મોડલ પર જ લડાશે તે સ્પષ્ટ બન્યું છે.
અત્યારે ગુજરાતમાં રાજકીય મંચ પર ભાજપ અને કોગ્રેસમાં ઉમેદવારોની પસંદગીની ઘમાસાણ મંડાઈ ચૂકી છે. અત્યારે દેશ ભરના રાજકીય મંચ પર ગુજરાતએ તમામનું ધ્યાન ખેંચ્યું છે