મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીની જાહેરાત
સ્વચ્છ ભારત મિશન હેઠળ ભારત સરકાર દ્વારા રાજકોટ શહેરને થીડા સમય પૂર્વે જાહેર શૌચક્રિયાથી મુક્ત શહેર તરીકે ઓ.ડી.એફ. પ્લસ દરજ્જો (સ્ટેટસ) આપવામાં આવ્યા બાદ હવે રાજકોટ મહાનગરપાલિકાને તેનાથી પણ એક સ્ટેજ ઉપરનો “ઓ.ડી.એફ. પ્લસ પ્લસ દરજ્જો અપાયો હોવાનું આજે મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જાહેર કર્યું હતું. આ બાબતે અત્યંત ખુશી વ્યક્ત કરતા કમિશનરે એમ કહ્યું હતું કે, રાજકોટ શહેર, નાગરિકો અને રાજકોટ મહાનગરપાલિકા માટે “ઓ.ડી.એફ. પ્લસ પ્લસનું સ્ટેટસ ખુબ જ ગૌરવની વાત છે.
મ્યુનિ. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, ઓપન ડેફેકેશન પ્લસ પ્લસ ઇન્સ્પેક્શન માટે ૧૬ થી ૧૮ જાન્યુઆરી દરમ્યાન કયુસીઆઈ (ક્વાલિટી ક્ધટ્રોલ ઓફ ઇન્ડિયા)ની ટીમ દ્વારા જુદા-જુદા માપદંડોને આધારે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કરવામાં આવેલ હતું. ઓપન ડેફેકેશનમાં પ્લસ પ્લસ ના અલગ અલગ માપદંડો જેવા કે એસટીપી ચાલુ કંડીશનરમાં તેમજ સ્લમ વિસ્તારોમાં ઇન્ડીવ્યુડીયલ ટોયલેટ તથા કોમ્યુનીટી ટોઇલેટની વ્યવસ્થા, રેસીડેન્સીયલ વિસ્તારમાં પબ્લિક ટોઈલેટની વ્યવસ્થા, પબ્લીક એરિયા જેવા કે ગ્રીનલેન્ડ ચોકડી, કે.કે.વી. હોલ, એ.જી.ચોક વગેરે સ્થળે પબ્લિક ટોઈલેટની વ્યવસ્થા તેમજ શહેરમાં આવેલ ટ્રાન્સપોર્ટ હબ જેવા કે શાસ્ત્રીમેદાન, બસસ્ટેન્ડ, રેલ્વેસ્ટેશન, રીક્ષા સ્ટેન્ડ, ત્રિકોણબાગ સિટી બસ સ્ટેન્ડ વગેરે જેવી જગ્યાઓ પર પબ્લિક ટોઈલેટની વ્યવસ્થા સાથેસાથ કુલ અલગ-અલગ આ વિસ્તારમાં પણ ખુલ્લામાં શૌચક્રિયા માટે ઇન્સ્પેકશન કરવામાં આવે, જેમાં કોઈ પણ જગ્યાએ ક્યાય પણ ખુલ્લામાં શૌચક્રિયા થતી નથી.
રાજકોટ શહેરમાં કુલ પાંચ સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) આવેલ છે. આ એસટીપીમાં શહેરની ભૂગર્ભ ગટરનું પાણી લાવવામાં આવે છે. અને આ ભુગર્ભ ગટરના પાણીને એસટીપીમાં સાયન્ટીફીક રીતે ટ્રીટમેન્ટ આપી પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના માપદંડો મુજબ આઉટલેટ વોટર હોવા અંગેનું ઇન્સ્પેક્શન થયેલ. રાજકોટ શહેરના આ પાંચ એસટીપી સાયન્ટીફીક રીતે ખુબજ આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોય. એસટીપીના તમામ માપદંડોના ઈન્સ્પેકશનમાં ખરા ઉતરેલ છે. આમ ઓવરઓલ ઓડિએફ પ્લસ પ્લસના તમામ માપદંડો રાજકોટ શહેર પરિપુર્ણ કરેલ હોય. મીન્સ્ત્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન ડીપાર્ટમેન્ટ (એમઓએચયુએ) દ્વારા થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાવી રાજકોટ શહેરને ઓડીએફ પ્લસ પ્લસનુ સ્ટેટસ આપેલ છે.
ઈ-ટોઇલેટ ભારતનું સર્વપ્રથમ માનવરહિત ઇલેકટ્રોનિક જાહેર શૌચાલય છે. તેને અલગ અલગ સ્થળે લઇ જઈ શકાય છે. જી.પી.આર.એસ. આધારિત સિસ્ટમથી સંચાલિત આ ઈ-ટોઇલેટનું દુરથી મોનિટરિંગ (નીરિક્ષણ) થઇ શકે છે, તેમજ આ ઈ-ટોઇલેટ પર્યાવરણ અને આરોગ્ય-સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તે શ્રેષ્ઠ છે. ઈરેમ સાયન્ટીફીક સોલ્યુશન્સ દ્વારા આ ઈ-ટોઇલેટને “ડીલાઈટ” એવું નામ આપવામાં આવેલ છે.