જાગનાથ શ્વેતાંબર મુર્તિપૂજક જૈન સંઘ મધ્યે છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા દિક્ષા મહોત્સવનું આજે જાજરમાન સમાપન થયું છે. મુમુક્ષ હંસાબેન મહેતાનું ‘હેતરસા’ અને મુમુક્ષ ચાંદની દોશીનું નામકરણ ‘દેવર્ષિતા’ થયું છે. આજે પૂ.કલ્પજય સુરિશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં તથા પૂ.યશોવિજય સુરિશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં દિક્ષા અંગીકાર કરી છે. આજે દિક્ષા મહોત્સવના અંતિમ દિવસે સવારે ભવ્યાતિભવ્ય સામૈયા, શુભ મુહૂર્તે દિક્ષા વિધી તેમજ બપોરે સધાર્મિક ભક્તિ યોજાઈ હતી.હજારો જૈન અગ્રણીઓની ઉપસ્થિતિમાં દિક્ષાર્થીઓએ દિક્ષા અંગીકાર કરી છે. મહોત્સવના લાભાર્થી જામભાણવડ નિવાસી મહેતા પરિવાર અને લતીપુર નિવાસી દોશી પરિવાર હતા. સંસારના સ્વાર્થમય સંબંધોથી અકળાઈ ડગલેને પગલે હિંસાના તાડવ નૃત્ય કરી રહ્યાં છે. એવા બિહામણા સંસારથી ભયભીત બની નશ્વ પદાર્થના શ્રણીક સુખમાં આશકત ન બનતા શાશ્વ સુખના ભોક્તા બનવા જેઓના હૃદયમાં વર્ષોથી ધરબાયેલી ‘સંયમ કયારે મળશે’ની અદમ્ય ભાવના સાથે ઉત્સુક બનેલા હંસાબેન મહેતા અને ચાંદની દોશીએ આજે સંયમના માર્ગે પ્રયાણ કર્યું છે.
Trending
- માતા વૈષ્ણોદેવી જનારા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર, નવા વર્ષથી મળશે આ સુવિધાઓ
- #MaJaNiWedding : મલ્હાર ઠાકર અને પૂજા જોશીની મહેંદીનું સેલિબ્રેશન
- વિશ્વનો પ્રથમ માનવ કોણ હતો, જેની શોધથી માનવ વિકાસની સમગ્ર વાર્તા બદલાઈ ગઈ?
- નાના-મધ્યમ ઉદ્યોગોના વિકાસ થકી દેશની પ્રગતિમાં અનેરૂ યોગદાન
- વાર્ષિક 172.80 લાખ મે.ટન દૂધ ઉત્પાદન સાથે ગુજરાત દેશમાં ચોથા ક્રમે
- ક્રાઇસ્ટ કોલેજના દિવાદાંડીરૂપી સ્પંદન કાર્યક્રમમાં 500 વિદ્યાર્થીઓ જોડાયા
- ડાંગ જિલ્લા આરોગ્ય અને પોલીસ વિભાગ દ્વારા COTPA-2003 એક્ટ અન્વયે આકસ્મિક ચેકીંગ
- જુનાગઢ : ડોકટર બન્યા દેવદૂત