૨૩ જુનથી ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે પાંચ વન-ડે અને એક મેચ રમાશે
ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડીઝના પ્રવાસે પાંચ વન-ડે અને એક મેચ રમવા જનાર હોવાનો કાર્યક્રમ ગઈકાલે બીસીસીઆઈએ સતાવાર જાહેર કર્યો છે. ઈંગ્લેન્ડમાં ૧૮ જુનથી યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પૂર્ણ થયા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ડીયન ટીમનો વેસ્ટઈન્ડીઝ પ્રવાસ જાહેર કર્યો છે. આગામી ૨૩ જુનથી ભારતીય ટીમનો વેસ્ટઈન્ડીઝ પ્રવાસ શ‚ થશે. જેમાં ઈન્ડીયન ટીમ પાંચ વન-ડે ઈન્ટરનેશનલ અને એક ઈન્ટરનેશનલ મેચ રમશે.
પાંચ વન-ડે અને એક પૈકી પ્રથમ વન-ડે ૨૩ જુનના રોજ ઓવલ ખાતે રમાશે. જયારે ૨૫ જુને બીજો વન-ડે પણ ઓવલમાં જ રમાનાર હોવાનો કાર્યક્રમ જાહેર કરાયો છે. ૩૦ જુનના રોજ ત્રીજો અને ૪ જુલાઈના રોજ ચોથો વન-ડે મેચ એન્ટીગામા રમાશે. ૬ જુલાઈના રોજ પાંચમો અને આખરી વન-ડે જમાઈકામાં રમાશે. પાંચ વન-ડેની સીરીઝ પૂર્ણ થયા બાદ ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે એક ઈન્ટરનેશનલ મેચ પણ રમાશે. ૯ જુલાઈના રોજ આ મેચ સબીના પાર્ક જમાઈકા ખાતે રમાશે. આગામી ૨૩ જુનથી ભારતના વેસ્ટઈન્ડીઝ પ્રવાસની ગઈકાલે બીસીસીઆઈ દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી હતી. ૧૮ જુનથી ચેમ્પિયન ટ્રોફી બાદ તુરંત જ ભારતીય ટીમ વેસ્ટઈન્ડીઝ પ્રવાસે જવા રવાના થશે.