‘સ્ટાર્ટઅપ ઈન્ડિયા’
એક વખત ચાર્જ કરવાથી ૭૦ કિ.મી.નો અંતર કાપતી ડ્રાયવર લેસ બસ ૧૫ લાખના ખર્ચે તૈયાર
પેટ્રોલ-ડિઝલ, સીએનજી જેવા મોંઘા ઈંધણથી થતાં પ્રદુષણ અટકાવવા ભારતીય વિદ્યાર્થીઓએ પ્રથમ ઓટોનોમસ વ્હીકલ તૈયાર કર્યું છે. આ બસ સોલાર પાવરથી ચાલે છે. એક વખત ચાર્જીગ કરવાથી આ બસ ૭૦ કિ.મી. સુધીનો અંતર કાપી શકે છે. આ બસનું નિર્માણ ૧૫ લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. મુખ્યત્વે આ સોલાર બસ ૬ એસીડ બેટરીથી ચાલે છે જેને સોલાર પેનલ દ્વારા બે કિલો વોટના પાવરથી જનરેટ કર્યા બાદ ચાર્જ કરી શકાય છે.
આ બસની ખાસીયત છે કે તે સંપૂર્ણપર્ણે ડ્રાયવર લેસ બસ છે જો રોડ ઉપર તેના વાતાવરણ મુજબ ઓટોમેટિક સેન્સર દ્વારા ચાલે છે. મોટાભાગે જયારે સૂર્ય પ્રકાશ હોય ત્યારે સતત તેની બેટરી ચાર્જ થતી રહેશે. એલપીયુ યુનિવર્સિટીમાં આ પ્રોજેકટ બનાવનાર મન્દીપસિંહે કહ્યું હતું કે, ૨૦૧૪માં અમે ડ્રાયવર લેસ ગોલ્ડકાર્ટ તૈયાર કર્યું હતું. અમે વિચાર્યું કે, કોઈપણ વાહનો એવા બનાવીએ કે જે પેટ્રોલ-ડિઝલ અથવા ઈલેકટ્રીસિટીથી મુકત હોય. યુનિવર્સિટીમાં વર્કશોપ દરમિયાન ૩૦૦ વિદ્યાર્થીઓ અને ૫ ફેકલ્ટી હેડ દ્વારા આ બસનું ફેબ્રીકેશન કામ કરવામાં આવ્યું હતું. બસના ટેકનીકલ સેટીંગમાં મદદ કરનાર મુસ્કાને કહ્યું હતું કે, મેં અમુક પ્રકારના સેન્સર ફલોનું નિર્માણ કર્યું કે જેથી બસ ઓટોમેટીકલી તેના રસ્તા મુજબ દ્રષ્ટીકોણ ધરાવી નિર્ણય લઈ શકાય.