ભાજપમાંથી ચેરમેન તરીકે ચંદ્રવાડીયા, સોલંકી અને વા. ચેરમેન તરીકે જાડેજા મેદાનમાં
ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તતા વા. ચેરમેનની ચૂંટણી બાદ આગામી સોમવારે બપોરે બે વાગ્યે ચૂંટણી યોજાશે.
સામાન્ય સભ્યની ચૂંટણીમાં ભાજપને નવ અને કોંગ્રેસના બે સભ્યો ચૂંટાયેલા હતા આ ઉપરાંત એક સરકારી પ્રતિનિધિ અને બિન સરકારી પ્રતિનિધિ મળી કુલ ૧૩ મળી આગામી તા.૨૮ને સામેવારે ચેરમેન અને વા. ચેરમેન ચૂંટશે હાલમાં ભાજપ તરફી ચેરમેન તરીકે નિકુલભાઈ ચંદ્રવાડીયા અને વિક્રમસિંહ સોલંકીપ્રબળ દાવેદાર છે.
જયારે વા. ચેરમેન તરીકે ચંદ્રપાલસિહ જાડેજા મેદાનમાં છે. ત્યારે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોય તો ભાજપ આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી નવા ચહેરાને મેદાનમાં ઉતારશે કે અગાઉના હોદેદારોને રિપીટ કરશે કે મન માનીતાઓને ગોઠવી દેશે તેતો આગામી દિવસોમાં જાણવા મળશે.